<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

આ વખતે ધો. ૧૦-૧ર માં ધોળકિયા સ્‍કુલે પોતાના જ તમામ રેકોર્ડ તોડયાઃ સ્‍કુલ સમગ્ર ગુજરાતમાં છવાઇ ગઇ

ઝળહળતા પરિણામ અંગે વાલીઓએ કૃષ્‍ણકાંત તથા જીતુભાઇ ધોળકીયાનો આભાર વ્‍યકત કર્યો

રાજકોટ, તા. ૯: ધોળકિયા સ્‍કુલની એક યાદી ઉમેરે છે કે, આજે જાહેર થયેલા S.S.C. બોર્ડ-૨૦૨૫ ના પરિણામમાં પણ ધોળકિયા સ્‍કૂલ્‍સ-સાયન્‍સ-કોમર્સના પરિણામોની જેમ જ છવાઈ ગઈ છે. ૯૯.૯૯ પીઆર સાથે S.S.C. ના પરિણામમાં ૫-૫ વિધાર્થીઓ ઝળકી ઉઠયા છે. તો સમગ્ર ગુજરાત બોર્ડ ટોપટેનમાં ૨૫ વિધાર્થીઓ, A1 ગ્રેડ ધરાવતા ૩૩૫ વિદ્યાર્થીઓ, ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે સબ્‍જેકટ હાઈએસ્‍ટ ૧૫૨ વિધાર્થીઓ અને ૯૦.૦૦ પીઆર થી વધારે ૫૮૬ વિધાર્થીઓએ મેદાન માર્યુ છે.

ધો. ૧૦ માં શાળાનાં અડધાથી પણ વધુ (૫૫%) વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ૮૦% થી પણ વધુ ગુણ મેળવ્‍યા જે શાળાના શિક્ષણની શ્રેષ્ઠતા દર્શાવે છે. કોઈ એક જ સ્‍કૂલમાંથી આટલી મોટી સંખ્‍યામાં હોનહાર તેજસ્‍વી તારલાઓ સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠયા હોય તેનું એકમાત્ર કારણ ૫૪ વર્ષના કેળવણીના ક્ષેત્રનો વારસો, સમર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષય નિષ્‍ણાંત અને અનુભવી શિક્ષણ ગણ, બાલમંદિરથી ૧૨ ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલી ગણનો ધોળકિયા સ્‍કૂલ્‍સ પર મૂકેલો વિશ્વાસ છે.

યાદીમાં ઉમેરાયા મુજબ પોતાના સંતાનોની મહેનતના પરિણામને બિરદાવતા ધોળકિયા સ્‍કૂલ્‍સના વાલીઓએ મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી કળષ્‍ણકાંત ધોળકિયા અને જીતુભાઇ ધોળકિયાનો હાર્દિક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.સમગ્ર ગુજરાત રાજય કક્ષાએ ઘોરણ-૧૨ (સાયન્‍સ), ધોરણ-૧૨ (કોમર્સ)માં અને ધોરણ-૧૦માં સર્વશ્રેષ્ઠ રીઝલ્‍ટ મેળવી દર વર્ષે શ્રેષ્ઠ પરિણામની હેટ્રીક મેળવતી ધોળકિયા સ્‍કૂલ્‍સને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે

(2:46 PM IST)