તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 9th May 2025
રાજકોટમાં જાદુગર મંગલના હેરતભર્યા જાદુના પ્રયોગોના દબદબાભર્યા કાર્યક્રમનો શુભઆરંભઃ મહાનુભાવોની હાજરી
સરગમ સંચાલિત હેમુ ગઢવી હોલમાં જેટ સ્પીડે હેરતભર્યા પ્રયોગો રજુઃ તાળીઓના ગડગડાટ

રાજકોટ તા.૯: અહીંના હેમુ ગઢવી હોલ ખાતે ખ્યાતનામ જાદુગર મંગલ ના પ્રયોગો સતત એક મહિના માટે શરૂ થઈ ગયા છે. ગઈકાલે તા.૮ નાં રોજ દબદબાભેર શુભારંભ કરવામાં આવેલ હતો. જેમાં શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ(ડીસીપી ક્રાઈમ) શ્રી એચ.વી.દિહોરા (રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી), શ્રી રાજદીપસિંહ જાડેજા (રા.શ.ભાજપ ઉપપ્રમુખ) શ્રી રાકેશભાઈ પોપટ (આર.ડી.ગ્રુપ), શ્રી મહેન્દ્રભાઈ શાહ,(આર્ટ ઇન્ડિયા સુરત), શ્રી પરેશભાઈ પોપટ (આર.ડી.ઇવેન્ટ્સ) વગેરેનાં વરદ્દહસ્તે દિપ પ્રાગટય કરીને પ્રથમ શો ખુલ્લો મુકવામાં આવેલ.
ચિક્કાર જનમેદની વચ્ચે યોજાયેલ પહેલાં જ શોમાં જાદુગર મંગલ અને જાદુગર યુવરાજે જાદુનાં હેરતભર્યા પ્રયોગો રજુ કરીને પ્રેક્ષકોને અચંબામાં મુકી દીધા હતાં. રજુ થયેલાં દરેક પ્રયોગોને જનતાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં. તદ્દન નવા જ જાદુનાં પ્રયોગો સાથે જાદુગર મંગલનો કાર્યક્રમ સતત એક મહિના માટે રાજકોટ શહેર ખાતે યોજાશે.આંખનાં પલકારા જેટલી જેટ સ્પીડથી રજુ થતાં જાદુગર મંગલનાં જાદુનાં અવનવા અને તદ્દન નવા પ્રયોગો સાથે રાજકોટ શહેરની જનતા માટે એક અનેરૂ મનોરંજન રજુ કરવામાં આવી રહ્યું હોવાનું આર્ટ ઈન્ડિયા સુરતની યાદીમાં જણાવાયું છે
(2:49 PM IST)










