<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ગૌમાતાના ઘાસચારાના લાભાર્થે રવિવારે કેવડાવાડી મેઇન રોડ ખાતે નવરંગો માંડવો

જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે થતું આયોજન

રાજકોટઃ જય રામનાથ યુવા ગ્રુપ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા માટે તા. ૧૧  રવિવારના રોજ  માતાજીના નવરંગ માંડવાનું  આયોજન વોર્ડ નં. ૧૪ કેવડાવાડી મેઇન રોડ શેરી નં. ૪ ખાતે કરવામાં આવેલ છે. સાથે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે રાખેલ છે.

ગૌમાતાઓના લાભાર્થે છેલ્લા છ થી સાત વર્ષથી માતાજીનો માંડવો યોજાય છે. રાવળદેવ તરીકે ધર્મેશ રાવળ રહેશે. આ માતાજીના નવરંગ મંડપ મહોત્‍સવને સફળ બનાવવા જયરામનાથ યુવા ગ્રુપના પ્રતાપસિંહ ઝાલા, અજીતસિંહ રાજપુત, રણજીતભાઇ ખાચર, મણસુરભાઇ વાળા,હર્ષદભાઇ વાળા, મિતેષભાઇ સીદપરા, રવિભાઇ માનસતા, રણજીતભાઇ સીદપરા, જયદીપભાઇ પાદરીયા, જયેશભાઇ પટેલ, (એલ.ડી.ગ્રુપ), અભીભાઇ બરમલીયા, દર્શિતભાઇ માટીયા, ચંદ્રેશભાઇ રાજયગુરૂ, જગદીશભાઇ પરમાર, સુધીરભાઇ પોપટ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:04 PM IST)