<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

મમત્‍વનો દરિયો એટલે મા...રવિવારે મધર્સ ડે

ડાયમંડ જવેલરી કડા, કોસ્‍મેટીક, સ્‍પેશ્‍યલ મધર મિનિ મગ, મધર્સના કોટેશનવાળી ફ્રેમ સહિત ઢગલાબંધ આઈટમોનો ખજાનો જાહેર કાર્ડસ અને જોહર ગેલેરીમાં

રાજકોટઃ જેમના હૃદયમાંથી સદાય વાત્‍સલ્‍ય વહેતું રહે એવી માં એટલે મમત્‍વનો દરિયો! માતા પ્રત્‍યેનું ઋણ અદા કરવાનો અવસરઃ મધર્સ ડે તા. ૧૧ મે રવિવારે દેશભરમાં ઉજવાશે.

મે મહિનાનનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે આ વર્ષ ૧૧ મે રવિવારે મધર્સ ડે, આ દિવસે મા ને ગીફટ તથા કાર્ડસ આપી વંદન કરીને મધર્સ ડે ની ઉજવણી વિશ્વભરમાં થાય છે.

જોહર કાર્ડસવાળા યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈએ તેમજ કાલાવડ રોડ પ્રેમ મંદિરની લાઈનમાં ગાર્ડન સામે આપેલ જોહર ગેલેરીનાં જોહરભાઈએ મધર્સ ડે ની ગીફટ તથા કાર્ડસ અંગે જણાવ્‍યું હતું નવી ગીફટો મધર લખેલ ટ્રોફી, મધર અને સન વાળા શોપીસ, મેજીક મિરર મધર ફ્રેમ, સ્‍પેશીયલ મધર મિનિ મગ, મધર્સના કોટેશન વાળી ફેમ, રીસ્‍ટવોચ, કીચનમાં આઈ લય મોમ, ચોકલેટ, સેશ, વુડન પેન સ્‍ટેન્‍ડ વીચ વોચ, સિરામિક મગ, બીગ મગ, હાર્ટ હેન્‍ડલ મગ અને પર્સનલાઈઝ મગ એમ ઘણી પ્રકારના મગ છે.

આ ઉપરાંત જવેલરીવાળુ કોમ્‍બો સેટ તથા ઘડિયાળ વાળા કોમ્‍બો સેટ આવેલ છે, ડાયમંડની જવેલરી કડા, સીંગાપુર કંપનીની ઝેડ.એમ.ની કોસ્‍મેટીક આઈટમ જેમ કે ફેઈસવોસ, લીપ બામ, ડીઓ વગેરે, કોમ્‍બો વોચ વીથ જવેલરી પરફયુમ, લેડીઝ ફેન્‍સી ગોગસ, પ્રખ્‍યાત કંપનીની સેલીબ્રેશન ચોકલેટ, ચોકલેટ બુકે, દુબઈના ઘણીજ પ્રકાર પરફયુમ, પ્રસનલાઇઝમા નામવાળા વોલેટ, કીચેઈન, પાસપોર્ટ કવર, કોમ્‍બો વોલેટ, પેન, કીચેઇન, લાઈટીંગ એલ.ઈ.ડી ફ્રેમ, લેડીઝના નામવાળા કડા, લોકેટ, લેડીઝ નામવાળી બેગ, વુડન મા સ્‍કેચ ફોટો, મધર્સ ડેના કાર્ડસમા એવરીડે ઈઝ ફુલ ઓફ મધર્સ લવ, ફોર યુ મધર, ટુ ધ મોસ્‍ટ લવીગ મધર, ફોર ધ વર્લ્‍ડસ બેસ્‍ટ મોમ એવર વિથ લવ, મધર આઇ લવ યુ યુ મીનએવરીથીંગ ટુ મી વગેરે હેડીંગવાળા કાર્ડસ ઉપલબ્‍ધ હોવાનું જણાવ્‍યું છે.

મધર્સ ડેનો ઈતિહાસ શું છે?: મે મહિનાનનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય તો છે પણ તેનું મુખ્‍ય તાત્‍પર્ય શું હતું તે બાબતથી સૌ અજાણ છે.

આન્ના મારીયા રેવીસ જાવીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. ૧૮૫૦માં મધર્સ વર્ક ક્‍લબની સ્‍થાપના કરી હતી જેનો મુખ્‍ય હેતુ ગરીબ વિસ્‍તારના લોકોને સહાય કરવાનો અને લોકોને સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગળત કરવાનું હતો. ૧૮૫૦માં અચાનક ફાટી નીકળેલા યુધ્‍ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર આપી. આ કાર્ય તેમણે દેશનાં કોઈ ભેદભાવ વગર યુધ્‍ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણીને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી.

શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્‍ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યત જાળવી રાખ્‍યો. ૧૨ મે ૧૯૦૭ના આન્ના મારીયાનું અવસાન થયુ ત્‍યારબાદ તેમની પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્‍કર્મોને જીવંત યાદગાર રાખવા તેમજ વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવો મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યું. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી આ ઉજવણી સીમિત હતી. પરંતુ રાષ્‍ટ્રપતિ વુડ્રો વિલ્‍સને મે માસના બીજા રવિવારને શ્રમધર્સ ડે તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્‍ટ્રીય રજાનો દિવસ જાહેર કર્યો. ત્‍યારથી આ દિવસ દુનિયાભરમાં આંતરરાષ્‍ટ્રીય માતળત્‍વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

(3:19 PM IST)