<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

મહારાણા પ્રતાપની જન્‍મજયંતિ નિમિતે પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૯/૦૫/૨૦૨૫ શુક્રવારના મહારાણા પ્રતાપની ૪૮૫મી જન્‍મજયંતિ નિમિતે સોરઠીયા વાડી ચોક ખાતે આવેલ તેઓની પ્રતિમાને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને હોદેદારો દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ કરી, મસ્‍તક નમન અને પ્રણામ કરવામાં આવેલ.  આ પ્રતિમા પુષ્‍પાંજલી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય-૬૯ ડો. દર્શિતા શાહ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશભાઈ જલુ, માર્કેટ સમિતિ ચેરમેન રવજીભાઈ મકવાણા, કોર્પોરેટરો વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, જીતુભાઈ કાટોળીયા, કંચનબેન સિધ્‍ધપુરા, કિર્તીબા રાણા, દક્ષાબેન વાઘેલા, ભાજપ અગ્રણી નટુભાઇ વાઘેલા, મેનેજર કે.બી.ઉનાવા, વોર્ડ ઓફિસર, તથા સાંસ્‍કળતિક વિકાસ વિભાગ, ગાર્ડન શાખા, બાંધકામ શાખા અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ હતા.

(3:20 PM IST)