News of Friday, 9th May 2025
રાજકોટ શહેર-જીલ્લામાં કોઇ પણ પેટ્રોલ પંપવાળા પેટ્રોલ-ડીઝલ આપવાની ના-નો પાડે તે જોવા તાકીદઃ ગેસની સ્થિતિ પણ ચકાસો
દાણાપીઠ-યાર્ડમાં આવશ્યક ચીજ વસ્તુના જથ્થો-ભાવો-સંઘરાખોરી સામે કાર્યવાહી કરો...

રાજકોટ, તા., ૯: રાજકોટ જીલ્લા કલેકટરે યુધ્ધની સ્થિતિ સંદર્ભે રાજકોટના પુરવઠા તંત્રને સાબદુ કર્યુ છે. એક આદેશ મુજબ ડીએસઓને અને પુરવઠા ઇન્સ્પેકટરોને એવી સુચના અપાઇ.
રાજકોટ શહેર-જીલ્લામાં ઍક પણ પેટ્રોલ પંપના માલીક પેટ્રોલ-ડીઝલ આપવાની ના નો પાડે તે ખાસ જાવુ. તેમજ લોકોને જાઇઍ તેટલો જથ્થો મળી રહે તે પ્રકારે ખાસ ચેકીંગ કરવું. આ ઉપરાંત ઘરેલુ ગેસના બાટલાની સ્થિતિ ચકાસી લેવી. બેકલોગ છે કે કેમ તેની ખાસ તકેદારી રાખવી. આ ઉપરાંત દાણાપીઠ-તમામ યાર્ડમાં આવશ્યક ચીજ વસ્તુનો જથ્થો જળવાઇ રહે. કોઇ સંઘરાખોરી નકરે. કૃત્રીમ રીતે ભાવો ન ઉંચકાય તે સામે પણ કાર્યવાહી કરવા આદેશો કર્યા છે.
(3:31 PM IST)










