<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ધો.૧૦ માં પી એન્‍ડ બી. શાળાનું ઝળહળતુ ૯૯.૫% પરિણામ : ઠાકુર મહેક ૯૯.૨૨ પીઆર સાથે શાળા પ્રથમ

 

રાજકોટ તા. ૯ : તાજેતરમાં જાહેર થયેલ ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં રેલનગરની પી એન્‍ડ બી સ્‍કુલના વિદ્યાર્થીઓએ ઉત્‍કૃષ્‍ટ પરિણામ હાંસલ કરી શાળાનું ગૌરવ વધારેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શાળા સંચાલકોએ જણાવેલ કે આ વર્ષે જાહેર થયેલ ધો.૧૦ બોર્ડના પરિણામોમાં પી. એન્‍ડ બી. શાળાનું પરિણામ ૯૯.૫% આવેલ છે. જેમાં શાળાની વિદ્યાર્થીની ઠાકુર મહેક સુનિલભાઇ ૯૯.૨૨ પીઆર, કે. સી. દિપેશ બહાદુર ૯૮.૩૧ પીઆર અને વડગામા જેની પરેશભાઇ ૯૭.૪૦ પીઆર સાથે ટોપર ત્રણમાં સ્‍થાન હાંસલ કર્યુ છે.

શાળાના પ છાત્રો ૯૫ પીઆર લાવ્‍યા છે. જયારે ૧૫ છાત્રો ૯૦ થી ઉપર પીઆર લાવ્‍યા છે. શાળા પ્રથમ સ્‍થાન હાંસલ કરનાર મહેક ઠાકુરના પિતા સુનિલભાઇ બંગડીનું કામકાજ ધરાવે છે. મધ્‍યમ વર્ગમાંથી આવતી આ વિદ્યાર્થીનીએ  વર્ગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ સિધ્‍ધી હાંસલ કરી હતી.

૨૦ વર્ષ જુની આ શૈક્ષણિક સંસ્‍થા દર વર્ષે ધો.૧૦ અને ૧૨ માં ઉજવળ પરિણામો મેળવવાની પરંપરા ધરાવે છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શાળા સંચાલક પ્રવિણભાઇ ભોજાણી અને દેવેન્‍દ્રસિંહ ચુડાસમા તેમજ બાજુમાં શાળા પ્રથમ આવેલ મહેક ઠાકુર અને તેણીના પિતાશ્રી સુનિલભાઇ ઠાકુર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:05 PM IST)