<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

મોટા મવામાં પત્‍નિ સાથે ઝઘડતાં પડોશીને સમજાવવા જતાં વિક્રમ પર હથોડાથી હુમલો

ઝૂપડામાં રહેતા યુવાનને ગંભીર ઇજાઃ રોહિત, રણજીત, સુરેશ સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૯: મોટા મવામાં રૂચી સોસાયટી નજીક ભીમનગર પાસે ઝૂપડામાં રહેતાં વિક્રમ વિરજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) નામના યુવાન પર સાંજે રણજીત વાઘેલા, સુરેશ અને રોહિતે લાકડી, હથોડાથી હુમલો કરી મોઢા, શરીરે ઇજાઓ પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો.

વિક્રમ બકરા ચરાવી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે પડોશમાં રહેતાં રણજીતનો ભાઇ વિપુલ વાઘેલા તેની ઘરવાળી સાથે માથાકુટ કરતો હોઇ હું તેને સમજાવવા જતાં ઝઘડો થયો હતો. બાદમાં વિપુલના ભાઇ રણજીત તેમજ સાથેના રોહિત અને સુરેશે હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ,  ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી

(4:19 PM IST)