News of Friday, 9th May 2025
ભગવતીપરામાં રહેતાં બે બંગાળી યુવાનની પાકિસ્તાન કનેક્શન અંગે તપાસનો ધમધમાટ
એક શખ્સ છએક વર્ષથી અહિ રહી ઇમિટેશનનું કામ કરે છેઃ બીજો હાલમાં જ આવ્યો છેઃ તેણે પાકિસ્તાન વાત કર્યાની શંકાએ મોબાઇલ જપ્ત કરી એફએસએલમાં મોકલાયાઃ બી-ડિવીઝન પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૮: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પછી રાજ્યભરમાં ગેરકાયદે વસવાટ કરતાં બંગાળી, પાકિસ્તાની નાગરીકોને શોધી કાઢવાની ડ્રાઇવ યોજાઇ હતી. ઝડપાયેલા તમામને તેના વતન પરત મોકલી દેવાયા છે. દરમિયાન ભગવતીપરામાં રહેતાં અને ઇશિટેશન જ્વેલરીનું કામ કરતાં બે બંગાળી શખ્સોની પોલીસે શંકાના આધારે પુછતાછ હાથ ધરી છે. બે શખ્સના મોબાઇલ ફોન કબ્જે કરી એફએસએલમાં મોકલાયા છે. એક શખ્સે પાકિસ્તાનમાં કોઇની સાથે વાત, મેસેજ કર્યાની શંકાએ આ કાર્યવાહી થઇ છે.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી શેરી નં.૪માં ઇમિટેશન જ્વેલરીના જોબવર્કનું કામ કરતાં પヘમિ બંગાળના વેપારી સહિત ચાર શખ્સમાંથી એક શખ્સે પાકિસ્તાન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કે સંપર્ક કર્યાની માહિતી મળતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે અને પીએસઆઇ ચોૈધરી સહિતની ટીમે બે શખ્સની પુછતાછ કરી તેના મોબાઇલ ફોન હસ્તગત કરી સાયબર લેબમાં તપાસ માટે મોકલ્યા છે. સુખસાગર સોસાયટી શેરી નં.૪માં રહેતા અને એમ.એ.કાસ્ટિંગના નામે ધંધો કરતાં મોફિઝ બંગાલીને ત્યાં ગત તા.૧૯મી એપ્રિલે પヘમિ બંગાળથી આતિફ અને અમન નામના બે શખ્સ નોકરી માટે આવ્યા હતા. દરમિયાનમાં ગત તા.૨૫ અને ૨૬ના રોજ પોલીસ દ્વારા ભગવતીપરા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન પヘમિ બંગાળના અમનનો મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો અને રવિવારે તા.૨૭મીએ મોફિઝના કર્મચારીઓના વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઇ જતા મોબાઇલ ફોન પાછો આપી દેવાયો હતો. એ પછી માહિતી મળી હતી કે આ બેમાંથી એક શખ્સના ફોનમાંથી પાકિસ્તાન સંપર્ક થયો છે. આથી ફોન કબ્જે કરી તપાસ માટે લેબમાં મોકલાયો છે.
પીઆઇ એસ. એસ. રાણેએ જણાવ્યું હતું કે બે શખ્સોની પુછતાછ થઇ છે. જેમાંથી એક છએક વર્ષથી અહિ રહે છે અને બીજો હાલમાં જ અહિ બંગાળથી કામ કરવા આવ્યો છે. હાલ કંઇ શંકાસ્પદ જણાયુ નથી. પણ ફોન એફએસએલમાં મોકલાયા હોઇ તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે. એક શખ્સે ત્રણેક વખત પાકિસ્તાન ઇન્સ્ટાગ્રામથી ચેટ કરી હતી અને સોશિયલ મીડિયાથી વાત કરી હોવાની ચર્ચા થઇ રહી છે. તેના આધારે તપાસ થઇ રહી છે.
(4:22 PM IST)










