તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 9th May 2025
પરાબજારમાં કેરી-મોસંબીના ધંધાર્થીઓ વચ્ચે છરી-ધારીયા ઉડયાઃ હબીબકાદર અને રમઝાનને ઇજા
ભગવતીપરાના રમઝાને કહ્યું-મારી લારીએ હતો ત્યારે હબીબકાદરે મારી પાસે પૈસા માંગતાં ન દેતાં ધારીયાથી તુટી પડયોઃ હબીબકાદરે કહ્યું-રમઝાને કારણવગર મને ગાળો દેતાં ના પાડતાં છરી ઝીંકી

રાજકોટ તા. ૯: શહેરના પરાબજારમાં ફ્રુટના ધંધાર્થીઓ વચ્ચે છરી, ધારીયાથી મારામારી થતાં નાસભાગ મચી ગઇ હતી. આ મારામારીમાંકેરી-મોસંબીના બે ધંધાર્થીને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મળ્યા મુજબ મુળ સુરેન્દ્રનગરનો વતની અને હાલ ભગવતીપરામાં રહેતો રમઝાન હનીફભાઇ વોમ (ઉ.વ.૨૫) પરાબજારમાં ફ્રુટ-મોસંબીની લારી લઇને બેંક ઓફ ઇન્ડિયા પાસે ઉભો હતો ત્યારે હબીબકાદરે આવી છરી-ધારીયાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહ અને તોૈફિકભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
રમઝાને કહ્યું હતું કે હું મારી લારીએ હતો ત્યારે અબ્દુલકાદરે આવી મને પૈસા દે મારે ગામડે જવું છે તેમ કહી ગાળો દેતાં હું તેને બહુ ઓળખતો ન હોઇ પૈસા દેવાની ના પાડતાં તે છરી, ધારીયાથી તૂટી પડયો હતો.
બીજી તરફ દૂધ સાગર રોડ પર દસ ઓરડી પાસે રહેતાં અબ્દુલકાદર હબીબભાઇ કાળવાતર (ઉ.વ.૪૮) પણ પોતાના પર રમઝાને છરીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. હબીબકાદરે જણાવ્યું હતું કે હું કેરીની લારી લઇને ઉભો હતો ત્યારે રમઝાન ગાળો બોલતો બોલતો મારી લારીએ આવ્યો હતો. કારણવગર ગાળો બોલતો હોઇ ના પાડતાં તેણે મને છરીનો ઘા ઝીંક્યો હતો. ઘા પેટમાં લાગી જાત પણ હું દુર ખસી જતાં સાથળમાં ઇજા થઇ હતી. પોલીસે બંનેએ કરેલા આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે
(4:24 PM IST)










