તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 9th May 2025
અખાદ્ય પેપ્સી કોલાનો જંગી જથ્થો પકડાયોઃ ૧૪,૯૦૦ નંગનો નાશ મનપા દ્વારા નવા થોરાળા તથા જૂના માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં દરોડા
જીવરાજ પાર્ક વિસ્તારમાં ખાણી-પીણીના ૬ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસઃ પાણીની બોટલ-જયુસના નમુના લેતી ફુડ શાખા

રાજકોટ, તા. ૯: મનપા દ્વારા લોકોનું સ્વાસ્થય જાળવી રાખવા ખાદ્ય પદાર્થ ઉત્પાદકો-વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવી રહયું છે.
ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન નવા થોરાળા અને જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે ફ્રૂટ પેપ્સીનું ઉત્પાદન કરતી બે પેઢીમાં તપાસ હાથ ધરતા લેબલ અને કોઈ જાતના લખાણ વગર તેમજ ગંદકી વાળી જગ્યાએ તૈયાર કરવામાં આવેલ ૧૪,૯૦૦ નંગ અખાદ્ય પેપ્સીના જથ્થાનો નાશ કરી એફએસએસઆઈ અને લેબલીંગ તથા ફૂડ લાયસન્સ અંગે બન્ને પેઢીને નોટીસ ફટકારી અન્ય ૨૧ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી છ વેપારીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી ડ્રીંકીંગ વોટરના પાંચ સેમ્પલ લઈ પળથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.
મનપાની સત્તાવર યાદી મુજબ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામનગર શેરી નં.૦૨, નવા થોરાળા મુકામે આવેલ ‘અરમાન પેપસી' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફૂટ પેપસી (પેક્ડ) પર FSSAI-૨૦૦૬ અન્વયે લેબલિંગ વગરનો જથ્થો માલૂમ પડેલ તેમજ સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ઉત્પાદન થતું જોવા મળેલ જે અન્વયે અંદાજીત ૯૫૦૦ નંગ (૬૫૦ લિટર) જથ્થોનો SWM ના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જૂના માર્કેટિંગ યાર્ડ, આરટીઓની બાજુમાં, આવેલ ‘જતીપુરા ટ્રેડિંગ' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફૂટ પેપસી (પેક્ડ) પર FSSAI-૨૦૦૬ અન્વયે લેબલિંગ વગરનો જથ્થો માલૂમ પડેલ જે અન્વયે અંદાજીત ૫૪૦૦ નંગ (૪૦૦ લિટર) જથ્થોનો SWMના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના જીવરાજ પાર્ક મોદી સ્કૂલવાળો રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૬ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા ચકાસણી દરમિયાન ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, પ્રમુખ હેવમોર આઇસ્ક્રીમ, પ્રમુખ માહી દૂધ, ભોલે ખમણ ખીરું, શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, પટેલ આઇસ્ક્રીમ ને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી.
પાણીની બોટલ અને જ્યુસના નમુના લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન કિશાનપરા ચોક ખાતે ગ્લોબલ ટ્રેડીંગ કંપનીમાંથી નેચરુફીના ડ્રીકીંગ વોટર ૧ લિટર તેમજ મહાવીર એજન્સીમાંથી બ્રીસલેરી રેડીકા સ્પ્રીંગ વોટર ૧ લીટર તથા બ્રીસલેરી ડ્રીંકીંગ વોટર ૧ લીટર તથા ભગવતી કેન્ટીન માધાપર એસટી ક્ન્ટ્રોલ પોઈન્ટ ખાતેથી જય બાલાજી બ્રાન્ડ મેજીક માજા રેડી ટુ બેવરીઝ ૨૫૦ એમએલ પેકેટ અને ઓરેન્જ ફલેવર કાર્બોટેડ વોટર ૨૦૦ એમએલ પેકેટ સહિતના પાંચ સેમ્પલ લઈ પળથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.(
(4:38 PM IST)










