<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

બપોરે આનંદ બંગલા ચોકમાં માલવીયાનગર પોલીસ દ્વારા ખાસ વાહન ચેકીંગ ડ્રાઇવ

 

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા અને ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા રોજબરોજ અલગ અલગ ચેકીંગ ડ્રાઇવ યોજાતી હોય  છે. આજે બપોરે માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં આનંદ બંગલા ચોક નજીક ખાસ ચેકીંગ ડ્રાઇવ યોજાઇ હતી. પ્રવર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી રાજ્‍યભરની પોલીસ એલર્ટ થઇ ગઇ છે. દરમિયાન મોટે ભાગે સવારે કે સાંજે થતી વાહનચેકીંગની કાર્યવાહી આજે બપોરના સમયે હાથ ધરવામાં આવી હતી. (ફોટોઃ અભીજીત બગથરીયા)

(4:39 PM IST)