<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ફર્લો રજા પરથી ફરાર રાજકોટ જેલના કેદીને કાલાવડ ગ્રામ્ય પોલીસે ફગાસ પાટિયા પાસેથી ઝડપી પાડ્યો

રાજકોટ વિભાગના આઈપીએસ અશોક કુમાર યાદવની સૂચનાથી પેરોલ ફર્લો પરના નાસતા ફરતા આરોપીઓને પકડવા ઝુંબેશ : કાલાવડ પોલીસની સફળ કાર્યવાહી

કાલાવડ: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પરથી ફરાર થયેલા પાકા કામના કેદી જનકસિંહ ઉર્ફે જખ્ખો તખુભા ચૌહાણને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ વિભાગના આઈપીએસ અશોક કુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી સૂચના અને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા દ્વારા પેરોલ ફર્લોના આરોપીઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવેલી ડ્રાઈવના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. પનારાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.એ. પરમાર અને સ્ટાફના પો.હેડ કોન્સ. વાય.પી. ગોહીલ, એમ.એમ. ચાવડા, પો.કોન્સ. અલ્તાફભાઈ સમા, કુલદીપસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફગાસ ગામના પાટિયા પાસેથી આરોપી જનકસિંહ ઉર્ફે જખ્ખો તખુભા ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી જનકસિંહ (ઉ.વ. ૩૪, રહે. માછરડા ગામ, તા. કાલાવડ, જિ. જામનગર) રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી નંબર ૪૭૬૬૭ હતો અને ફર્લો રજા પરથી ફરાર થઈ ગયો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી કરનાર પોલીસ ટીમમાં પો.ઇન્સ. પી.જી. પનારા, પો.સબ ઇન્સ. વી.એ. પરમાર, એએસઆઈ જી.આઈ. જેઠવા, હેડ કોન્સ. વાય.પી. ગોહીલ, હેડ કોન્સ. એમ.એમ. ચાવડા, પો.કોન્સ. અલ્તાફભાઈ સમા, પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજા, પો.કોન્સ. રાજદીપસિંહ જાડેજા અને પો.કોન્સ. પ્રદીપભાઈ ભંડેરીનો સમાવેશ થાય છે.

(8:37 PM IST)