તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
રાજકોટ શહેર-જીલ્લામાં ૩૮ જેટલી આવશ્યક ચીજ વસ્તુના ભાવોના મોનીટરીંગ માટે ૧ર ટીમો ઉતારાઇ
પેટ્રોલ-ડીઝલના સ્ટોક અંગે કોઇ પ્રશ્ન નથીઃ પેટ્રોલનું સ્ટોરેજ કરવાની મનાઇ... સીંગતેલ-કપાસીયા તેલના વેપારીઓ-ઓઇલ મીલરો ઉપર ખાસ નજર

રાજકોટ તા. ૯ :.. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે.
રાજકોટ જિલ્લા પુરવઠા કચેરીએ આ માટે પૂરતા પ્રબંધ કર્યા છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે રાજકોટ જિલ્લામાં દરરોજ ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ માટે કલેકટરે સુચના આપતા ડીએસઓ દ્વારા ૧૦ થી ૧ર ટીમો બજારમાં ઉભરાઇ છે, આજથી તેલના ભાવો ઉપર પણ મોનીટરીંગ શરૂ કરાયું છે.
જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે, જિલ્લામાં પેટ્રોલના સ્ટોક અંગે કોઈ પ્રશ્ન નથી. પેટ્રોલનું કોઈ પણ સ્ટોરેજ ન કરે તે બાબતે ઓઇલ કંપનીઓને સૂચના આપવામાં આવી છે.
(3:53 PM IST)










