<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા પકડાયેલ ૩૦૮ કિલો એનડીપીએસના જથ્‍થાનો નાશ કરાયો

તસ્‍વીરમાં એન.ડી.પી.એસ.ના જથ્‍થા સાથે ડ્રગ્‍સ ડીસ્‍પોઝલ કમીટી નજરે પડે છે

રાજકોટ, તા. ૧૦: જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પલીસ મથકમાં પકડાયેલ ૩૦૮.ર૦૯ કિ.ગ્રા. એન.ડી.એસ. ના જથ્‍થાનો રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાની ડ્રગ્‍સ ડીસ્‍પોઝલ કમીટી દ્વારા નાશ કરાયો હતો.

રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની રાહબારી હેઠળ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાની ડ્રગ્‍સ ડીસ્‍પોઝલ કમીટીના અધ્‍યક્ષ હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍ય, અધ્‍યક્ષતામાં ડ્રગ્‍સ ડીસ્‍પોઝલ કમીટીના સચીવ  એસ.એસ. રઘુવંશી, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્‍ય મથક, રાજકોટ ગ્રામ્‍ય, તથા સભ્‍ય એફ.એ. પારગી પોલીસ ઇન્‍સપેકટર એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્‍ય, દ્વારા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના અલગ અલગ પો.સ્‍ટે.ના કુલ-૧૩ ગુન્‍હાના એન.ડી.પી.એસ. મુદ્દામાલ જેમાં સુકો ગાંજો, કોડેઇન ની બોટલ, મળી કુલ જથ્‍થો ૩૦૮.૨૦૯ કિ.ગ્રા. જેની કુલ કિ.રૂ.૯,૩૨,૯૩૨/-નો નાશપાત્ર મુદ્દામાલની પુર્વમજુરી આધારે સૌરાષ્‍ટ્ર એન્‍વાયરો પ્રા.લી જુના કટારીયા તા. ભચાઉ જી. કચ્‍છ ખાતે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ નાશ કરવામાં આવેલ છે.

(12:04 PM IST)