News of Saturday, 10th May 2025
હિરાસર એરપોર્ટ હવે ૧પમી સુધી બંધ
તમામ ફલાઇટો રદ કરી નખાઇઃ પ્રવાસીઓ અમદાવાદ તરફ વળ્યા

રાજકોટ તા ૧૦ :..જિલ્લા વહીવટી તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાજકોટ એરપોર્ટ તમામ નાગરિક ઉડ્ડયન સેવાઓ માટે તા. ૧૫ મે સવારે ૦૫.૩૦ કલાક સુધી બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ અગાઉ તા.૭ મે થી તા.૯ મે સુધી એમ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું. આમ આગામી તા.૧૫ મે સવારે ૫-૩૦ સુધી રાજકોટ ખાતેથી ઉપડનારી તમામ સિવિલ ફલાઇટ્સ બંધ રહેશે, જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયું છે. રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ તરફ વળ્યા છે, અનેક ટીકીટો રદ થઇ છે.
(12:13 PM IST)










