તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
સડોદર ગામમાં ખૂંટીયો હડી કાઢી ખાટલામાં ચડીગયોઃ સુતેલા અમૃતભાઇને ગંભીર ઇજા

પ્રોૈઢ સુરતથી વતન જામજોધપુરના સડોદર ગામે લગ્નમાં આવ્યા હતાં: શેરીમાં આરામ કરતા'તા ત્યારે બનાવઃ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા
રાજકોટ તા. ૧૦: જામજોધપુરના સડોદર ગામે ઘર બહાર શેરીમાં ખાટલો ઢાળીને સુતેલા પ્રોૈઢને એક ખૂંટીયો હડી કાઢી ખાટલામાં ચડી જતાં દબાઇ જવાને કારણે ગંભીર ઇજા થઇ છે.
જાણવા મળ્યા મુજબ મુળ સડોદરના વતની અને હાલ સુરત રહી કર્મકાંડનું કામ કરતાં અમૃતભાઇ મુળજીભાઇ પંડીત (ઉ.વ.૫૨) જામજોધપુરના ચીરોડા ગામે સગાને ત્યાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતાં. ગઇકાલે પોતાના ગામ સડોદરમાં ઘર બહાર ખાટલો ઢાળીને સુતા હતાં તે વખતે અચાનક એક રખડતો ખૂંટીયો હડી કાઢીને ધસી આવ્યો હતો અને અમૃતભાઇ સુતા હતાં તે ખાટલા પર ચડી જતાં તેઓ દબાઇ જતાં પાંસડીમાં ગંભીર ઇજાઓ થતાં જામજોધપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શેઠવડાળા પોલીસને જાણ કરી હતી. અમૃતભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
(12:15 PM IST)










