તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
રાજકોટના ડિસ્ટ્રીક્ટ બેંકના લોકરમાંથી ૫૩ લાખના ૧૭૦૦ ગ્રામ સોનાના દાગીના ચોરાઇ ગયા!: ભેદ ઉકેલાયો
રેસકોર્ષ રોડ પર શ્રેયશ સોસાયટીમાં રહેતાં જયભાઇ ભરતભાઇ તળાવીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસની કાર્યવાહીઃ એક કર્મચારીની પુછતાછ

રાજકોટ તા. ૧૦: શહેરની ચોૈધરી હાઇસ્કૂલ નજીક ડીસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકના લોકરમાંથી શહેરના એક પરિવારનું અડધા કરોડથી વધુનું સોનુ-દાગીના ગૂમ થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી નાખી બેંકના જ એક કર્મચારીને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ શહરેના રેસકોર્સ રોડ પરની શ્રેયશ સોસાયટીમાં રહેતાં જયભાઇ ભરતભાઇ તળાવીયા (ઉ.વ.૩૦)ના પરિવારના ૧૬૦૦ તોલા-૧૭૦૦ ગ્રામ સોનાના દાગીના રાજકોટની ડિસ્ટ્રીક્ટ બેંકના લોકરમાંથી ચોરાઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. તેમણે પોલીસને જાણ કરતાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખ્યો છે. બેંકના કર્મચારીએ જ સોનુ કાઢી લીધાનું ખુલતાં પોલીસે તેને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે. જયભાઇ તળાવીયાના પરિવારજનો લોકર ખોલવા ગયા ત્યારે કદાચ લોકર ખુલ્લુ રહી જતાં કે ગમે તે થતાં તેના દાગીના ગાયબ થઇ ગયા હતાં. અડધા કરોડ આસપાસના સોનાના દાગીના બેંકના લોકરમાંથી ચોરાઇ જતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે એક કર્મચારીની હાલ પુછતાછ શરૂ કરી છે.
(12:22 PM IST)










