તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
રાજકોટ યાર્ડ ચોથા દિવસે પણ બંધ
જે.કે.ટ્રેડીંગ કાુ. દ્વારા ૧રપ કમીશન એજન્ટોને બાકી નાણા ન ચુકવાય અથવા પેઢીના સંચાલકો સામે ગુન્હો દાખલ કરવાની કમિશન એજન્ટોની માંગણી

રાજકોટ, તા., ૧૦: રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કમીશન એજન્ટોએ ચોથા દિવસે પણ હડતાલ યથાવત રાખતા યાર્ડમાં હરરાજીનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે અને કરોડોનું ટર્નઓવર ખોરવાઇ ગયું છે.
મળતી વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં આવેલ જે.કે.ટ્રેડીંગ કાૂં. નામની પેઢી દ્વારા યાર્ડના ૧૦૦ થી ૧રપ કમીશન એજન્ટોને બાકી રહેતા ૧૭ કરોડ ન ચુકવાતા આ બાકી પેમેન્ટ કમીશન એજન્ટોને ન ચુકવાઇ ત્યાં સુધી કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા અચોક્કસ મુદત સુધી રાજકોટ યાર્ડ બંધનું એલાન આપ્યું હતું. આ પ્રશ્નનો નિવેડો ન આવતા આજે ચોથા દિવસે પણ યાર્ડના તમામ કમીશન એજન્ટોએ બંધ પાળતા યાર્ડમાં મગફળી, કપાસ સહિતની તમામ જણસીની હરરાજી ઠપ્પ થઇ ગઇ હતી. કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે યાર્ડના કમીશન એજન્ટોને જે.કે. ટ્રેડીંગ કંપની દ્વારા બાકી પેમેન્ટ ચુકવાઇ અથવા તો પેઢીના સંચાલકો સામે પોલીસ ગુન્હો દાખલ કરે તેવી કમિશન એજન્ટ એસોસીએશનની માંગણી છે. (૪.૧૪)
(3:48 PM IST)










