<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

મનપાની તીજોરી છલોછલ : ૪૦ દિ'માં ૧૧૬ કરોડની આવક

વેરા વળતર યોજનાનો ગત વર્ષ કરતા ૧૦,૧૩૭ થી વધુ કરદાતાઓએ રૂા. ૬.પ૩ કરોડ વધુ લાભ લીધો : ૩૧ મે સુધી ૧૦ થી ૧પ ટકા ડિસ્‍કાઉન્‍ટ મળશે

 રાજકોટ તા. ૧૦: મનપા દ્વારા પ્રમાણીક કરદાતાઓ માટે દર વર્ષે ૧ એપ્રિલથી ૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કતવેરો ભરનારને ૧૦ ટકા વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવતી હોય છે. જેને દર વર્ષે જબરો પ્રતિસાદ સાપડી રહ્યો છે. શહેરની મિલ્‍કતો વધવાની સાથો સાથ પ્રમાણીક કરદાતાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે, ગત વર્ષે વેરા વળતર યોજનાની તુલનાએ આ વર્ષે ફક્‍ત ૪૦ દિવસમાં મહાનગરપાલિકાએ ૧૧૬  કરોડની વેરાવસુલાત કરી છે. જે ગત વર્ષ કરતા ૬.૫૩ કરોડ વધુ અને ૧૦,૧૩૭ નવા પ્રમાણીક કરદાતાઓ નોંધાયા છે.

મહાનગરપાલિકાની આ વર્ષની વેરાવળતર યોજના ૧ એપ્રિલથી ૧૦ ટકા મિલ્‍કતવેરા વળતર યોજના અમલમાં પહોંચી છે દર વર્ષે પ્રમાણીક કરદાતાઓ આ યોજનાની રાહ જોતા હોય છે. જેના લીધે ૧ એપ્રિલથી વેરાવળતર યોજના શરૂ થતાં જ પ્રમાણીક કરદાતાઓનો ભારે ધસારો જોવા મળ્‍યો છે. અમિન માર્ગસીવીક સેન્‍ટર ખાતે ૨૦૧૯ કરદાતા, સેન્‍ટ્રલ ઝોન સીવીક સેન્‍ટર ખાતે ૩૩૭૦ કરદાતા, ઈસ્‍ટઝોન સીવીક સેન્‍ટર ખાતે ૨૩૮૩ કરદાતા, કોઠારિયા રોડ સીટી સીવીક સેન્‍ટર ખાતે ૧૫૪૮ કરદાતા, કળષ્‍ણનગર સીવીક સેન્‍ટર ખાતે ૧૪૧૩ કરદાતા અને સૌથી વધુ વેબસાઈટ એટલે કે, ઓનલાઈન એટલે કે ૧૩૫૨૨૦ કરદાતા તેમજ વેસ્‍ટઝોન સીવીક સેન્‍ટર ખાતે ૪૩૫૩ કરદાતા અને વોર્ડ ઓફિસ ખાતે ૩૬૦૫૪ સહિત ૧૮૬૪૫૯ કરદાતાઓએ રોકડા ૨૩૮૬૭૭૨૫૨ તેમજ ચેકથી ૧૨૯૮૩૬૭૧૧ અને ઓનલાઈન ૮૦૦૯૨૩૫૮૯ કરદાતાઓએ રૂપિયા ૧૧૬૯૪૩૭૫૪૬ રૂપિયા મિલ્‍કતવેરા પેટે ભરપાઈ કર્યા છે. જે ગત વર્ષની તુલનાએ ૧૦૧૩૭ નવા કરદાતાઓ અને રૂપિયા ૬.૫૩ની વધારાની આવક વેરાવિભાગમાં નોંધાઈ છે.

ગત વર્ષે પ્રમાણીક કરદાતાઓએ અમિન માર્ગ સીવીક સેન્‍ટર પર ૧૮૬૭ કરદાતાઓએ તથા સેન્‍ટ્રલઝોન સીવીક સેન્‍ટર ખાતે ૪૨૭૦ કરદાતા તેમજ ઈસ્‍ટઝોન સીવીક સેન્‍ટર ખાતે ૨૫૭૩ કરદાતા તથા કોઠારિયા રોડ સીટી સીવીક સેન્‍ટર ખાતે ૧૬૭૮ કરદાતા તેમજ કળષ્‍ણનગર સીવીક સેન્‍ટર ખાતે ૧૪૪૭ કરદાતા જ્‍યારે વેબસાઈટ મારફતે સૌથી વધુ ૧૨૪૭૫૪ કરદાતા તેમજ વેસ્‍ટઝોન સીવીક સેન્‍ટર ખાત ૪૨૧૦ અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ૩૫૫૧૩ સહિત ૧૭૬૩૨૨ કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે. જેમાં રોકડથી ૨૩૫૦૨૧૦૧૨ રૂપિયા અને ચેક મારફતે ૧૩૪૮૪૬૩૩૬ રૂપિયા અને ઓનલાઈન ૭૩૪૨૫૨૪૫૯ રૂપિયા વેરો ભરપાઈ કરતા મહાનગરપાલિકાને ફક્‍ત ૪૦ દિવસમાં રૂપિયા ૧૧૦૪૧૧૯૮૩૭ રૂપિયાની ગત વર્ષે આવક થઈ હતી.(૯.ર૭)

(4:03 PM IST)