તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
બપોર બાદ સીંગતેલના જથ્થાબંધ વેપારીઓ-ઓઇલ મીલરોને ત્યાં તપાસણી
પુરવઠા સચિવની ડીએસઓ સાથે મંત્રણા બાદ ઇન્સ્પેકટરોને આદેશ કરાયા

રાજકોટ, તા. ૧૦: આજે બપોરે ગાંધીનગર પુરવઠા સચિવની રાજયના દરેક જીલ્લા પુરવઠા અધિકારીઓ સાથે વીસી યોજાઇ હતી, જેમાં બજારોમાં ટીમો મોકલી આવશ્યક ચીજ વસ્તુના ભાવો જળવાઇ રહે, સંઘરાખોરી ન થાય તે જોવા તાકિદ કરાઇ હતી, તેમજ સીંગતેલ-કપાસીયા તેલના ભાવો ત્રણ દિવસમાં ૪પ વધી ગયા તે અંગે કડક કાર્યવાહી હાથ ધરવા સુચના અપાઇ હતી. પુરવઠા સચિવની સુચના બાદ રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારીએ બજારમાં ટીમો ઉતારી હતી, આ પછી વધુ નિર્ણય લઇ બપોર બાદ રાજકોટના સીંગતેલના જથ્થાબંધ વેપારીઓ-ઓઇલ મીલરોને પણ ત્યાં તપાસણી હાથ ધરવા ઇન્સ્પેકટરને સૂચના અપાઇ છે,
સુત્રોએ જણાવેલ કે, બપોર બાદ ટીમો તપાસ હાથ ધરશે, તમામ બાબતે હાલ બજારમાં મોનીટરીંગ ચાલી રહયાનું સાધનો ઉમેરી રહયા છે.(૬.૧૭)
(3:45 PM IST)










