તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
સોમવારે રેસકોર્ષના મેદાનમાં મેઘવાળ સમાજના સમુહલગ્નઃ ૨૧ દીકરીઓ પ્રભુતામાં પલગા પાડશે
અલમીન માનવસેવા ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર કચ્છ મેઘવાળ સમાજ દ્વારા આયોજનઃ ડીજે, ફટાકડા ફોડવાની મનાઈઃ કરીયાવરમાં દીકરીઓને ૭૦થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટઃ આગામી તા.૧૨ સોમવારે બુધ્ધ પુર્ણિમાના દિવસે રેસકોર્સ મેદાન ખાતે અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના મેઘવાળ સમાજ દ્વારા દસમો ૨૧ દીકરીઓના સમૂહલગ્ન મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે.
જેમા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી શ્રી ગોરધનદાસ બાપા (બાન્દ્રા), પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી શ્રી શામળદાસબાપુ (ઘોઘાવદર) મેઘવાળ સમાજના મહંત શ્રી કલ્યાણદાસ બાપુ (રામણકા) મહંત શ્રી માધવદાસબાપુ (ભાડલા) શ્રી બકુલબાપુ (નિકાવા) તેમજ સંત શ્રી રોહિતદાસ આશ્રમના પ્રમુખ શ્રી ચંદુભાઈ પરમાર અને રાજકીય, બિનરાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
કરીયાવરમાં દીકરીઓને ૭૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાના સ્થાપક વશરામભાઈ સાગઠીયા, સંસ્થાના પ્રમુખ બીપીનભાઈ સાગઠીયા, તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને આયોજકો દ્વારા ચોપડા વિતરણ, મિઠાઈ વિતરણ, વિદ્યાર્થી સન્માન જેવા કાર્યક્રમો યોજાય છે. ૧૨મીના સમુહલગ્નના દિવસે કોઈએ ડી.જે.ફટાકડા ઢોલ કેસીયો પાર્ટી લાવવા પર આયોજકો દ્વારા મનાઈ કરવામાં આવી છે. હાલ દેશમાં યુધ્ધની પરિસ્થિતી સર્જાઈ હોવાનું જણાવાયું છે.
આયોજનમાં બિપીનભાઈ સાગઠીયા, નરેશ જે.પરમાર, રમેશભાઈ ડૈયા, શાંતાબેન મકવાણા, બિપીનભાઈ રાઠોડ, પ્રવિણભાઈ સાગઠીયા, હીરાલાલ પરમાર, વશરામભાઈ સાગઠીયા (મો.૯૮૨૫૧ ૬૫૧૯૧), મનોજ અશોકભાઈ પરમારવાળા જોડાયા છે. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમુહલગ્ નનું આમંત્રણ આપતા મેઘવાળ સમાજના આગેવાનો દર્શાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૧૭)
(3:47 PM IST)










