તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
મહાકારૂણી તથાગત ગૌતમ બુધ્ધની સોમવારે રપ૬૯મી જન્મજયંતિ મહોત્સવઃ ધમ્મયાત્રા-સાંસ્કૃતિક કાર્યક્રમ
તથાગત ગૌતમ બુધ્ધનો માનવતાવાદ સંદેશ ‘શાંતિ અને સમાનતા' પ્રસરાવાશે

સિવીલ હોસ્પિટલ ચોક ડો. આંબેડકરજીની પ્રતિમા પાસેથી બુધ્ધવિહાર કણકોટ સુધી વિશાળ ધમ્મયાત્રાઃ બુધ્ધ ભીમ ક્રાંતિ ગીતોનો પણ યોજાશે કાર્યક્રમ
રાજકોટઃ બૌધિસ્ત્વ આંબેડકર બૌેધ્ધ વિહાર તથા સુગમગૌતમ બુધ્ધ વિહારના સંયુકત ઉપક્રમે તથા મહાબોધી મહાવિહાર બુધ્ધગયા મુકિત આંદોલનના સમર્થનમાં આગામી વૈશાખી બુધ્ધ પૂર્ણિમા મહોત્સવ ર૦રપ મહાકારૂણી તથાગત ગૌતમ બુધ્ધની રપ૬૯ની જન્મજયંતિ મહોત્સવ નિમિતે તા. ૧ર સોમવારના સવારે ૯ કલાકેથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સિવિલ હોસ્પિટલ પાસે બુધ્ધ વિહાર કણકોટ પાટીયા સુધી ભવ્ય ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
ત્યારબાદ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી સુગમ ગૌેતમ બુધ્ધ વિહાર ખાતે ધમ્મદેશના અને રાત્રે ૯ કલાકેથી સુગમ ગૌતમ બુધ્ધ વિહાર ખાતે ધમ્મદેશના અને રાત્રે ૯ કલાકેથી સુગમ ગૌતમ બુધ્ધ વિહાર ખાતે બુધ્ધ-ભીમક્રાંતીગીતોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કલાકાર દિનેશભાઇ ગોહેલ હાજરી આપશે.
સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે, વૈશાખી બુધ્ધ પૂર્ણિમાના પાવન દિવે તથાગત બુધ્ધનોજન્મ થયો વૈશાખી પુર્ણિમાએ બુધ્ધત્વ/જ્ઞાન પ્રાપ્તી થઇ અને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ મહાપરિનિર્વાણ પામ્યા જેથી વૈશાખી બુધ્ધ પૂર્ણિમાના પર્વને ત્રિગુણી પાવન પર્વના રૂપમાં પુરા વિશ્વમાં મનાવવામા઼ આવે છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે મોહનભાઇ રાખૈયા, દિપંકર સુમન, અમુભાઇ સોલંકી, જે.ડી. ચાવડા, સુર્યસેન તથાગત, જીતેન્દ્ર મહિડા, હિતેષ રાઠોડ, હરેશભાઇ તથા તમામ ધમ્મબંધૂઓ સહકાર આપી રહયા છે. વધુ માહિતી માટે મો.૯૨૬૫૩ ૪૯૨૮૪/ ૯૭૨૩૧ ૩૦૩૨૦ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૬-૮)
(3:49 PM IST)










