<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

રીબડા ગામમાં અનીરૂધ્‍ધસિંહ અને તેમના મળતીયાઓનો ત્રાસ છેઃ કલેકટરને રજુઆત

રીબડાના મનીષ ખૂંટ અને ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવ્‍યું અમૂક લોકો દ્વારા મોટા પાયે ખનીજચોરી કરાય છેઃ અનેક આક્ષેપો

 

 

રાજકોટ તા.૧૦: રીબડા ગામના મનીષભાઇ ખૂંટ અને અન્‍ય ગ્રામજનોએ કલેકટરને આજે આવેદન પાઠવી જણાવેલ કે, ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરૂદ્ધસિંહ જાડેજા તથા તેમના મળતીયાઓનો ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતાં લોકો પણ ડરતા હોય અને તેમની વિરૂદ્ધ જો કોઇ કાર્યવાહી કરે તો આપે જોયેલું હશે કે અમારા ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના કેવા હાલ કરવામાં આવ્‍યા. આવેદનમાં જણાવેલ કે અમુક ચોક્કસ લોકો દ્વારા રીબડા ગામમાં ગોૈચર તથા ખરાબાની મોટા પાયે ખનીજ ચોરી કરી રીબડા ગામે ઓૈદ્યોગીક વસાહત ડેવલોપ થઇ રહ્યું હોય તેવા ઓૈદ્યોગીક જોનમાં ઉંચા ભાવે રકમ વસૂલી માટી મોરમનું ખનન કરી મસ મોટાપાયે ખનીજ ચોરી કરેલ છે. જે બાબતે આ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં સામાવાળાઓ માથાભારે અને રાજકીય પહોંચ ધરાવતા હોવાથી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ લોકો દ્વારા મોટાપાયે સરકારી મિલ્‍કતો કે જે ખરાબાની જગ્‍યાઓ જેમ કે નેશનલ હાઇવેની બંને સાઇડો પર દબાણો કરી ત્‍યાં નશીલા પદાર્થના વેચાણ થતા હોય રીબડા ગામે ગોૈચર તથા ખરાબાની જગ્‍યામાં ગામતળ તથા સિમતળમાં મોટાપાયે દબાણ થયેલું હોય જે તંત્રને ધ્‍યાને આવતુ ન હોય જે આ આવેદનથી અમો આપ સમક્ષ રીબડા ગામની વ્‍યથા રજૂ રાખીએ છીએ. તો આપને અપીલ કરીએ કે રીબડા ગામે ગામતળ તથા સિમતલમાં તથા રોડની બંને સાઇડમાં થયેલા દબાણોની તપાસ કરીને આવા દબાણનું તાત્‍કાલિક ડિમોલિશન કરી દબાણ દૂર કરવા વિનંતી છે.(૨.૩૪)

(3:54 PM IST)