<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

'ભારવી' ભાષા રચના વિચાર મંચની ૩૯મી બેઠક આવતીકાલે રાજકોટમાં

સર્વ રસિકજનો ભાષા, સાહિત્ય અને વિચાર વિમર્શના આ મંચ પર સાંજે ૬ થી ૮ કલાકે આમંત્રિત

રાજકોટ, તા. ૧૧ મે: 'ભારવી' ભાષા રચના વિચાર મંચ દ્વારા આવતીકાલે તા. ૧૧મી મે, ૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન મંચની ૩૯મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાષા, સાહિત્ય અને વિવિધ વિચારો પર રસપ્રદ ચર્ચા અને વિમર્શ કરવામાં આવશે.

આ બેઠકનું સ્થળ સૌજન્ય ભારત વિકાસ પરિષદની નટરાજનગર શાખા અને સત્ત્વ ફાઉન્ડેશન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. બેઠક "સત્ત્વ", જલારામ - ૨ સોસાયટી, ૨/૧૦નો ખૂણો, SBI વાળી શેરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ મંચ પર સર્વ રસિકજનોને હાર્દિક આમંત્રણ છે. વધુ માહિતી માટે ૯૯૨૫૨ ૧૦૨૩૭ અથવા ૯૦૯૯૯ ૩૯૬૩૦ પર સંપર્ક કરી શકાય છે.

(5:27 PM IST)