News of Sunday, 11th May 2025
મોરબીના વાંકાનેર નજીક અકસ્માતમાં રાજકોટના નાની- ભાણેજનું કરૂણમોત
સ્કૂટર પર નાની-ભાણેજ માટેલ દર્શન કરી પરત ફરતા સમયે વાઘાસીયા ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે અડફેટે લેતા બંનેનું મોત

મોરબીના વાંકાનેર નજીક અકસ્માત સર્જાતા રાજકોટથી માટેલ દર્શન કરવા માટે આવેલા નાની અને ભાણેજનું અકસ્માતમાં કમકમાટી ભર્યુ મોત થયું છે.
સ્કૂટર પર નાની-ભાણેજ માટેલ દર્શન કરી પરત ઘર તરફ જતા સમય વાઘાસીયા ટોલનાકા પાસે એકાએક પૂરપાટ ઝડપે આવેલા ટ્રેક બંન્ને અડફેટે લેતા મોત થયું છે. સમગ્ર બનાવાના પગલે મૃતક ગુલાબબેનના દીકરાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતમાં રિકી કવા અને ગુલાબબેન પરમારનું મોત થયું છે. ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કેટલાક લોકો પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી ઉતાવળ, કોઈ અન્ય માટે સજા ન બની જાય. રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો વાહનની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે.
(10:10 PM IST)










