<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

રેલનગરમાં રકતદાન શિબિર : પપ લોકોનું મહાદાન : સીટી પ્રાંત-૧ દ્વારા કેમ્‍પ યોજાયો

રાજકોટ તા.૧રઃ  વર્તમાન પરિસ્‍થિતિને લક્ષ્યમાં રાખીને   રાજકોટ પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ સૌરાષ્‍ટ્ર વોલન્‍ટરી બ્‍લડ બેંકના સહયોગથી રાજકોટના રેલનગર વિસ્‍તારની સોસાયટીમાં મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં મામલતદાર શહેર પૂર્વના વિસ્‍તારમાં સમાવિષ્ટ જડેશ્વર બંગ્‍લોઝ, રેલનગર ખાતેની સોસાયટી અને આસપાસના વિસ્‍તારના સ્‍થાનિકો સહિત ૫૫થી વધુ વ્‍યક્‍તિઓએ રકતદાન કર્યું હતું. 

જેમાં સોસાયટીના આગેવાનો  વિપુલભાઈ સંખાવરા,  મધુસુધનભાઈ બારોટ,  વિશ્વજીતસિંહ ગોહિલ અને અન્‍ય સભ્‍યો, સૌરાષ્‍ટ્ર વોલન્‍ટરી બ્‍લડ બેંકના ટ્રસ્‍ટી બોરડભાઈ, રાજકોટ શહેર પૂર્વના મામલતદાર એસ.જે.ચાવડા, સર્કલ  ઓફીસર સત્‍યમ શેરસીયા, પ્રાંત કચેરીના શિરસ્‍તેદાર એમ.ડી.ભાલોડી, મામલતદાર કચેરી રાજકોટ શહેર પૂર્વના નાયબ મામલતદારો એમ.બી. જાડેજા,  જનકભાઈ સાંબડ, વસીમભાઈ રિઝવી, અજયસિંહ જાડેજા, બકુલ પરમાર, હેમાંગ ધોરિયાણી સહિતના લોકો સહભાગી થયા હતા

(2:38 PM IST)