<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ખૂટતી સ્‍ટેમ્‍પ ડયૂટી અંગે નીવા ઇન્‍ફાસ્‍ટ્રકચરને ફટકારાતી નોટીસઃ ૩૫ લાખની ખૂટતી સ્‍ટેમ્‍પ ડયૂટીમાં ૬ ગણા દંડની નોટીસ

એડી. કલેકટર દિલીપસિંહ રાણાનો સપાટો : ૨૧ મેના રોજ પક્ષકારોને બોલાવાયા : જો જવાબ નહિ આપે તો ગુણદોષ આધારે કાર્યવાહી

રાજકોટ તા.૧૨: રાજકોટના બહુમાળી ભવનમાં બોલતી સ્‍ટેમ્‍પ ડયૂટી મૂલ્‍યાંકનની કચેરીના એડ. કલેકટર શ્રી દિલીપસિંહ રાણાએ તપાસ બાદ અમદાવાદમાં રજીસ્‍ટર ઓફીસ ધરાવતી અને રાજકોટમાં પણ કાર્યરત નીવા ઇન્‍ફાસ્‍ટ્રકચર પ્રા.લીમીટેડને ૩૫ લાખથી ઉપરની ખૂટતી સ્‍ટેમ્‍પ ડયૂટી સંર્દભે તા. ૨૧ મેના રોજ હાજર રહેવા અંગે અને ખૂટતી સ્‍ટેમ્‍પ ડયૂટીના છ ગણા સુધીનો દંડ કેમ કારણ ન કરવો તે અંગે નોટીસ ફટકારતા સન્‍નાટો પ્રસરી ગયો છે.

અધીકારીઓએ ઉમેર્યુ હતું કે ગુજરાત  સ્‍ટેમ્‍પ અધિનિયમ ૧૯૫૮ની જોગવાઇ મુજબ કમી સ્‍ટેમ્‍પ ડયૂટી બાબતે અપાઇ છે.

સુત્રોએ જણાવેલ કે,  સબ રજીસ્‍ટ્રાર કચેરી રાજકોટ ઝોન-૧માં દ.અ.નં.૩૫૨૦ તા.૧૫/૪/૨૦૨૩ના રોજ નોંધણી થયેલ છે. જે દસ્‍તાવેજમાં મતુ તારીખ ૧૪/૪/૨૦૨૩ છે તેમજ મિલકત રાજકોટ તાલુકાના રાજકોટ શહેરના વોર્ડનં.૯માં આવેલ સીટી સરવે નં. ૧૮૬૮ની જમીન ચો. મી. ૩૫,૦૪૮.૪૮ પૈકી જમીન ચો.મી.૧૨,૪૫૯.૧૫ નો વેચાણ દસ્‍તાવેજ થયેલ છે

સદરહુ દસ્‍તાવેજવાળી મિલકતના નિર્ણય અર્થે અત્રેની કચેરી દ્વારા (૧)બેકબોન એન્‍ટરપ્રાઈઝ લી. કંપનીએ તેનુ નામ બદલીને આયર્ન ટ્રાય એંગલ લી. કરેલ છે તેમજ (૨)મે. બેકબોન એન્‍ટરપ્રાઈઝ લી. અને નીવા ઈનફાસ્‍ટ્રકચર પ્રા.લી. વચ્‍ચે તા.૨/૧/૨૦૦૮ના રોજ થયેલ ડેવલપમેન્‍ટ એગ્રીમેન્‍ટના રેકર્ડની ખરી નકલો સાથેના રેકર્ડ સાથે તા. ૬/૨/૨૦૨૫ના રોજ રજુઆત કરવા નોટીસથી મુદત આપવામાં આવેલ છે જે અન્‍વયે પક્ષકારશ્રી ગીરીજા પ્રકાશભાઈ મંગતાણી તે નીવા ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરના અધિકળત ડાયરેક્‍ટર દરરજે તા.૫/૩/૨૦૨૫ના રોજ અત્રેની કચેરીમાં વેચાણ દસ્‍તાવેજ તથા આરબ્રીટ્રેશનના હુકમની નકલ તથા કોલોબ્રશન એગ્રીમેન્‍ટની નકલ તેમજ બેકબોન એન્‍ટરપ્રાઈઝ ધ્‍વારા કંપનીનું નામ બદલવા માટે મીનીસ્‍ટ્રી ઓફ કોર્પોરેટ એર્ફેસમાં નોંધણી કરાવેલ રજીસ્‍ટ્રેશન સર્ટીફીકેટની નકલ વિગેરે રજુ કરેલ છે.

આમ સદરહુ રેકર્ડની વિગતો ચકાસતા નીવા ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર પ્રા.લી. (ડેવલોપર્સ) અને બેકબોન એન્‍ટર પ્રાઈઝ લી. (જમીન માલીક) વચ્‍ચે તા.૨/૧/૨૦૦૮ના રોજ થયેલ ડેવલપ એગ્રીમેન્‍ટ રૂા. ૧૦૦/-ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર થયેલ છે જેમાં રાજકોટ શહેરના વોર્ડનં.૯માં આવેલ સીટી સરવે નં.૧૮૬૮ની જમીન ચો.મી.૩૫,૦૪૮.૧૬નો વિકાસ કરવાનો ઉલ્લેખ થયેલ જેના તત્‍કાલીન સમયે સરકાર દ્વારા નક્કી કરેલ પ્રતિ ચો.મી. ના ભાવ રૂા. ૧૦૨૩૭.૫/-ધ્‍યાને લેતા કામ ચલાઉ બજારકિંમત રૂા.૩૫,૮૮,૦૫,૫૩૮/- થાય છે જેમાં ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ ૧૯૫૮ની અનુસુચિ-૧ના આર્ટીકલ-૫ (જ-ક)ની જોગવાઈ મુજબ સ્‍ટેમ્‍પડયુટી રૂા.૩૫,૮૮,૦૫૬/- વાપરવાપાત્ર થાય છે. જયારે વાપરવામાં આવેલ રૂા. ૧૦૦/-ની સ્‍ટેમ્‍પડયુટી બાદ ગણતા કમી સ્‍ટેમ્‍પડયુટી રૂા. ૩૫,૮૭,૯૫૬/- જણાય છે.

આમ ઉપરોકત વિગતો અનુસાર કમી સ્‍ટેમ્‍પ ડયુટી તથા ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૯ (૧)(ખ) ની જોગવાઈ મુજબ યોગ્‍ય ડયુટીની રકમ અથવા યોગ્‍યડયુટીમાં બાકી રકમના દસ પટ્ટ દંડ શા માટે વસુલ ન કરવો? તેની સ્‍પષ્ટતા કરવા તા.૧૭/૪/૨૦૨૫ના રોજ નોટીસથી મુદત આપવામાં આવેલ જે અન્‍વયે કોઈ રજુઆત થયેલ નથી.

ગુજરાત સ્‍ટેમ્‍પ(એમેન્‍ડમેન્‍ટ)એકટ, ૨૦૨૫નો અમલ તા.૧૦/૪/૨૦૨૫થી થયેલ હોય જેથી ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૯ (૧)(ખ)(૨)ની જોગવાઈ મુજબ ઓછામાં ઓછા ત્રણસો રૂપિયાના દંડની ચૂકવણીને આધીન જ રહીને લેખ કર્યાની તારીખથી દરેક મહિના અથવા તેના ભાગ માટે સ્‍ટેમ્‍પ ડયુટીના ખૂટતા ભાગના ૩ ટકા જેટલી રકમનો દંડ (સ્‍ટેમ્‍પડયુટીના ખૂટતા ભાગથી છ ગણા સુધી) સાથે કમી સ્‍ટેમ્‍પડયુટી શા માટે વસુલ ન કરવી ? તેની સ્‍પષ્ટતા કરવા માટે તા. ૨૧-૫-૨૫ રોજ સમય ૧૨:૩૦ કલાકે સ્‍ટેમ્‍પ કચેરીમાં લેખિત આધાર-પુરાવા સાથે હાજર રહી રજુઆત કરવા જણાવવામાં આવે છે. જો તમો અથવા તમારા અધિકળત પ્રતિનિધિ દ્વારા નિયત સમયમાં હાજર રહી રજુઆત કરવામાં નહી આવે તો આ બાબતે તમે કાંઈ રજુઆત કરવા માંગતા નથી તેમ માની કમી સ્‍ટેમ્‍પ ડયુટી તથા દંડ બાબતે ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમની જોગવાઈઓ અનુસાર કેસના ગુણદોષ ઘ્‍યાને લઇ અત્રેથી આખરી નિર્ણય લેવામાં આવશે જે તમોને બંધનકર્તા રહેશે. જેની નોંધ લેશો તેમ નોટીસમાં ઉમેરાયું છે. અધિકારોએ ઉમેયુ હતું. કે ખૂટતી સ્‍ટેમ્‍પ ડયૂટીમાં ૬ ગણો દંડ જોતા બહુ મોટી રકમનો દંડ થઇ શકે, હાલ જવાબની રાહ જોવાઇ રહી છે. (૩.૧૩)

(3:25 PM IST)