<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

નકલંક મહાદેવ મંદિરના લાભાર્થે બુધવારે લીંબડીયા હનુમાન દાદાનો પંચાવ મંડપ

રાજકોટ તા. ૧૨ : લીંબડીયા હનુમાન દાદા સમસ્‍ત સેવક દળ દ્વારા આજીડેમ ચોકડીથી આગળ લકકીરાજ પાર્ટી પ્‍લોટ પાછળ જુના મહીકા મેઇન રોડ, હિંગળાજ પાનવાળી શેરી, નકલંક પાર્ક ખાતે આવેલ લીંબડીયા હનુમાન ખાતે તા. ૧૪ ના નકલંક મહાદેવ મંદિરના લાભાર્થે દાદાનો પંચાવ ૨૪ કલાકનો મંડપ યોજેલ છે.

આ નવરંગા માંડવામાં થાંભલી રોપવાનું મુહુર્ત બુધવાર તા. ૧૪ ના સવારે ૭ કલાકે, મહાપ્રસાદ બપોરે ૧૧ કલાકે અને સાંજે ૭ કલાકે, થાંભલી વધાવવાનું મુહુર્ત તા. ૧૫ ના ગુરૂવારે સવારે ૭ કલાકે રાખેલ છે. નવરંગા માંડવામાં રાવળદેવ તરીકે ગુરૂ ચેલાની જોડી જયદીપભાઇ ગોહિલ અને જીતુભાઇ બેડલા રંગ જમાવશે. પૂ. મહંતશ્રી ગીરનારી બાપુ (જરીયા મહાદેવ જગ્‍યા), પૂ. મહંતશ્રી વાલજીભગત (કાળાસર જગ્‍યા કોળી સમાજ), સનાતન ધર્મ પરિષદ રાષ્‍ટ્રીય સચિવ શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી રઘુવીરદાસ બાપુ, લક્ષ્મીઆઇ (મોગલ ધામ આજીડેમ) સહીત અનેક સાધુ સંતો હાજરી આપશે. શ્રી લીંબડીયા હનુમાન દાદ સમસ્‍ત  સેવક તેમજ વિર વચ્‍છરાજ સેવા ગ્રુપ વિરપર, નવદુર્ગા સેવા ગૃપ ગુંદા, મોગલ ગ્રુપ ઢાંઢણી, આધ્‍યા શક્‍તિ સેવા મંડળ ભેઠુડા, બજરંગ સેવા મંડળ જીવાપર, મેલડી માં મિત્ર મંડળ - ગંજીવાડા, લીંબડીયા હનુમાન ગૃપ  માંડા ડુંગર, બાલક હનુમાનજી ગૃપ માંડા ડુંગર, હરસિધ્‍ધી હનુમાન ગૃપ માંડા ડુંગર, ત્રંબકેશ્વર મહાદેવ તીરૂમાલા ગૃપ માંડા ડુંગર, રઘુનંદન ગરબી મંડળ ગૃપ માંડા ડુંગર, સતગુરૂ ગરબી મંડળ ગૃપ માંડા ડુંગર, ગોકુળ પાર્ક ગરબી મંડળ ગૃપ માંડા ડુંગર, માધવ વાટીકા ગરબી મંડળ ગૃપ માંડા ડુંગર, માંડા ડુંગર મહાકાળી ગરબી મંડળ ગૃપ, માંડાની મેલડી ગૃપ માંડા ડુંગર, શક્‍તિ ગરબી મંડળ પીઠડ આઇ -ર માંડા ડુંગર, નવદુર્ગા ગરબી મંડળ ગૃપ માંડા ડુંગર, માંધાતા પાર્ક ગરબી મંડળ માંડા ડુંગર, જય રામાપીર ગૃપ ભીમરાવનગર માંડા ડુંગર, માંધાતા ગૃપ રાજકોટ, અખંડ ભારત સનાતન ધર્મરક્ષક ગૃપ ગુજરાત, જય લીંબડીયા હનુમાન મહીલા ધુન મંડળ, બાલક હનુમાન મહિલા ધૂન મંડળ તીરૂમાલા, સર્વે શક્‍તિ ગરબી મંડળ સેવાઓ આપશે.

 તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિરજીભાઇ રાઠોડ, રમેશભાઇ મોહનભાઇ રાઠોડ, મેહુલભાઇ બાબુભાઇ જોગરાજીયા, વિજયભાઇ જેરામભાઇ રાઠોડ, રાજુભાઇ લવાભાઇ રોજાસરા, શૈલેષભાઇ જગાભાઇ સાકરીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૪)

(3:28 PM IST)