News of Monday, 12th May 2025
ભાજપ નગરસેવકની યુધ્ધ અંગે હાસ્યાસ્પદ પોસ્ટઃ જનાક્રોશ
વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર ચેતન સુરેજાએ ભાજપના જ ગ્રુપમાં પોસ્ટ મુકતા ચર્ચાઃ પગલા લેવાશે?

રાજકોટ, તા., ૧રઃ ભારત-પાકિસ્તાન વચ્ચે શનિવારે ૧૦૦ કલાક યુધ્ધ વિરામની જાહેરાત થતા સોશ્યલ મીડીયામાં અનેક મિમ્સ વાયરલ થયા હતા. જેમાં ર૪૦ બેઠકમાં આટલુ જ યુધ્ધ જોવા મળે. તે સૌથી વધુ ટ્રેન્ડ થયું હતું.
જો કે આ વાયરલ થયેલ મિમ્સને ભાજપના વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર ચેતન સુરેજાએ બીજેપીના ર૪૦ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે. આખું જોવું હોય તો ૪૦૦ સીટ આપવી પડે (સ્માઇલી આઇકોન) (જો આ પાછું નવું આવ્યું) મુકી હતી.
જયારે દેશના વિર સૈનિકો સરહદ ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે ત્યારે ભાજપના જ નગરસેવકની આવી હાસ્યાપદ પોસ્ટથી જનાક્રોશ ફેલાયો છે. ઉપરાંત તેમના ઉપર કોઇ પગલા લેવાશે કે નહીં તે અંગે પણ ચર્ચા ઉઠી રહી છે.
(4:24 PM IST)










