<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

જનરલ બોર્ડમાં ટીપી સ્‍કીમની અડધો ડઝન દરખાસ્‍ત

ઘંટેશ્ચર ટીપી સ્‍કીમ ૪૬નો ઈરાદો જાહેર, રૂડાની મોટામવા ૨૨ તથા ૧૮ તથા ૩૧ અને ૨૩ ટીપી સ્‍કીમ પરામર્શ માટે રજૂ કરાઈ : મવડી ટીપી સ્‍કીમ ૨૧ તથા નોન ટીપી વિસ્‍તારમાં ૩૦ મીટરના ડીપી રોડને ૨૪ મીટરનો દર્શાવતા ફેરફાર સહિતની ૧૧ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે

રાજકોટ તા. ૧૨: મહાનગરપાલિકાની હદમાં ગ્રામ પંચાયતોનો સમાવેશ થતાં આ વિસ્‍તારની ટીપી સ્‍કીમના ડ્રાફ્‌ટ તૈયાર કરવાની તેમજ પરામર્શ માટે ટીપી સ્‍કીમો મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. ત્‍યારે આગામી ર૦ મી મળનાર મનપાના જનરલ બોર્ડમાં  ઘંટેヘર ટીપી સ્‍કીમ નં. ૪૬નો મુસદો જાહેર કરવા, મોટા મૌવા ટીપી સ્‍કીમ નં. ૨૨, ૧૮, ૩૧ અને ૨૩ને પરામર્શ  તથા મવડી ટીપી સ્‍કીમ નં. ૨૧ તથા નોન ટીપી વિસ્‍તારમાં ઝોનીંગ મેપ મુજબ ૩૦ મીટરના રોડ ૨૪ મીટર કરવા સહિતની ૧૧ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.

રાજકોટ શહેરના વિકસતા વિસ્‍તારને ધ્‍યાને રાખીને, (સૈધાંતિક રીતે) રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય સભા દ્વારા ઠરાવ નં. ૧૯ તા.૧૯ જુલાઇ ર૦રર  થી (સૈધાંતિક રીતે) મહાનગરપાલિકાની હદમાં સૂચિત નગર રચના યોજનાઓ તૈયાર કરવાનું તેમજ ગુજરાત રાજ્‍યના મુખ્‍ય નગર નિયોજકનો પરામર્શ મેળવવાનું ઠરાવવામાં આવેલ છે, તબક્કા વાર રાજકોટના હદ વિસ્‍તારમાં કુલ- ૬૫ નગર રચના યોજનાઓ તૈયાર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ રાજકોટ અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરિટી વિસ્‍તારમાં થાય છે. તે ધ્‍યાને લેતા ધી ગુજરાત ટાઉન પ્‍લાનિંગ એન્‍ડ અર્બન ડેવલોપમેન્‍ટ એકટ-૧૯૭૬ની ધારાકીય જોગવાઈ મુજબ અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરિટી વિસ્‍તાર માટે યોજનાઓ બનાવવાની સતા ડેવલોપમેન્‍ટ ઓથોરિટી (રૂૂડા)ને છે, પરંતુ સરકારના તા.૦૧ ફેબ્રુઆરી ૧૯૭૮ ના હુકમ ક્રમાંક યુ.ડી.નં.૧૦૭૭/૫૮૭/યું-૨ અને તે અન્‍વયેના રૂૂડા કચેરીના તા.૨૨ ફેબ્રુઆરી ૧૯૭૮ના ઠરાવ નં.૩ થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તાર માટે નગર રચના યોજનાઓ બનાવવાની સતા રાજકોટ મહાનગરપાલિકાને તબદીલ કરાયેલ છે.

રાજકોટ શહેરની ઉતરે બાજુની હદ તરફે ઘંટેશ્વર વિસ્‍તારમાં રાજકોટ અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરિટીની મંજુર વિકાસ યોજના-૨૦૩૧માં સદર વિસ્‍તારમાં ૅરહેણાકૅ તથા ૅઓદ્યોગિક ઝોન સૂચવવામાં આવલ છે. જે વિકાસ શીલ વિસ્‍તાર હોય સદરહુ નગર રચના યોજના નં.૪૬(ઘંટેશ્વર) બનાવવી આવશ્‍યક છે. તેનું અંદાજીત ક્ષેત્રફળ ૧૯,૨૫,૬૮૬ ચો.મી. (૧૯૨.૫૬ હેક્‍ટર) થાય છે. તેની ચતુ. સીમા નીચે મુજબ છે. નગર રચના યોજન બનાવવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧) મુજબ નગર રચના યોજના બનાવતા પહેલા મુખ્‍ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્‍યનો પરામર્શ મેળવવો જરૂરી હોય સૂચિત મુસદારૂૂપ મગર રચના યોજના નં.૪૬(ઘંટેશ્વર) બનાવવા માટે મુખ્‍ય નગર નિયોજક નો પરામર્શ/મંજુરી માંગવામાં આવતા તેમના પત્ર ક્રમાંક ન.ર.યો.નં.૪૬(ઘંટેશ્વર)/કલમ-૪૧(૧)/સૌ/૬૧૨ તા.૨૦/૦૨/૨૦૨૫થી શરતી પરામર્શ આપવામાં આવેલ.

મુખ્‍ય નગર નિયોજકનો પરામર્શ મળી ગયેલ હોય નવી સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૪૬ (ઘંટેશ્વર) બનાવવા માટે અધિનિયમની કલમ-૪૧ મુજબ જરૂૂરી ઈરાદો જાહેર કરવા તેમજ તેને આનુસાંગિક અધિનિયમની જોગવાઈ મુજબની જાહેર પ્રસીધ્‍ધી તથા સરકારમાં મંજુરી અર્થે સાદર કરવા સુધીની આગળની તમામ કાર્યવાહી કરવા માટે મ્‍યુ.કમિશનરને અધિકળત કરવા જરૂૂરી ઠરાવ અર્થે આ દરખાસ્‍ત પ્‍લાનિંગ કમિટી મારફત સામાન્‍ય સભામાં રજૂ કરવામાં આવી છે.

ઘંટેヘર ટીપી સ્‍કીમ નં. ૪૬ના વિસ્‍તારો અને હદ

ઉતર- રૂડાની સૂચીત મુ.ન.૨.યો.નં.૭૬/૨(પરાપીપળીયા)ની હદ આવેલ છે.

દક્ષીણે- સૂચીત મુ.નર.યો.નં. ૪૭(ઘંટેશ્વર) તથા સૂચીત મુ.ન.૨. યો.નં.૪૮(ઘંટેશ્વર)ની હદ આવેલ છે.

પૂર્વ- માધાપર ગામની હદ આવેલ છે. તથા મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮/૧(માધાપર)ની હદ તથા માધાપર ગામની હદ આવેલ છે.

પヘમિે- રૂડા વિસ્‍તારમાં સમાવેશ થતા પરાપીપળિયા ગામની હદ આવેલ છે.

ટીપી સ્‍કીમ નં. ૧૮ પરામર્શ

અર્થે રજૂ

રાજકોટ મહાનગરપાલિકાની મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.૧૮-રાજકોટને સરકાર દ્વારા તા.૨૭/૦૬/૨૦૦૬થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા-૨૦/૧૦/૨૦૦૬થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્‍તારને કામચલાઉ પુનઃરચના (પ્રારંભિક)ની દરખાસ્‍તો તૈયાર કરી સદંર્ભ-(૧)નાં પત્રથી અત્રેના પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જેનો અભિપ્રાય લઈ દરખાસ્‍ત પ્‍લાનીંગ કમિટી મારફત જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

મોટામવા ટીપી સ્‍કીમ

૨૨ પરામર્શ અર્થે રજૂ

રાજકોટ મહાનગરપાલિકાની મુસદારૂૂપ નગર રચના યોજના નં. ૨૨-મોટામવા(રાજકોટ) ને સરકાર દ્વારા તા.૦૬/૦૧/૨૦૧૭ થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા.૧૨/૦૪/૨૦૧૭ થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્‍તારને કામચલાઉ પુનઃરચના (પ્રારંભિક) ની દરખાસ્‍તો તૈયાર કરી સદંર્ભ-(૧) નાં પત્રથી અત્રેના પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જે અભિપ્રાય આપ્‍યા બાદ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

મોટામવા ટીપી સ્‍કીમ

૨૩ પરામર્શ અર્થે રજૂ

રાજકોટ મહાનગરપાલિકાની મુસદારૂૂપ નગર રચના યોજના નં. ૨૩-મોટામવા (રાજકોટ)ને સરકાર દ્વારા તા.૦૯/૧૧/૨૦૧૬થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા.૧૨/૦૪/૨૦૧૭થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્‍તારને કામચલાઉ પુનઃરચના (પ્રારંભિક)ની દરખાસ્‍તો તૈયાર કરી સદંર્ભ-(૧)નાં પત્રથી અત્રેના પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જે આગામી જનરલ બોર્ડમાં રજૂ કરાશે.

ટીપી સ્‍કીમ નં.૩૧

પરામર્શ અર્થે રજૂ

રાજકોટ મહાનગરપાલિકાની મુસદારૂૂપ નગર રચના યોજના નં.૩૧-રાજકોટને સરકાર દ્વારા તા.૦૨/૦૮/૨૦૧૨થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા.૨૫/૦૯/૨૦૧૨થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્‍તારને કામચલાઉ પુનઃરચના (પ્રારંભિક)ની દરખાસ્‍ત તૈયાર કરી સદંર્ભ-(૧)નાં પત્રથી અત્રેના ફેરપરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જે પ્‍લાનીંગ કમિટી મારફત જનરલ બોર્ડમાં રજૂ કરાશે

(3:48 PM IST)