<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

મનસુખ સાગઠીયાની ર૧ કરોડની મિલ્‍કતો ટ્રાન્‍સફર નહિ કરવા ઇ.ડી.ની રાજકોટ કોર્ટમાં અરજી

ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડના મુખ્‍ય સુત્રધાર ટી.પી.ઓ. : ઇ.ડી.એ. જપ્‍ત કરેલ મિલ્‍કતો-રોકડ કોર્ટ કસ્‍ટડીમાં હોવાથી આ કેસ દિલ્‍હી ખાતે ચાલવા પાત્ર હોય મિલ્‍કતો ટ્રાન્‍સફર કરવા અંગે કોઇ આદેશ નહિ કરવા રાજકોટની સ્‍પે. કોર્ટમાં અરજીઃ વધુ કાર્યવાહી ર૬ મીએ થશે

રાજકોટ, તા. ૧૩ : અત્રે  ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાડના આરોપી ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાની ૨૧- કરોડની મિલ્‍કતો એન્‍ફોર્સમેન્‍ટ ડીરેકટોરેટ ટાંચમાં લીધી હતી. સાગઠીયાની મિલ્‍કર્તા જપ્તીમા લીધાના ઈ.ડી. ના હુકમની નકલ રાજકોટની ખાસ એ.સી.બી. અદાલતને મોકલી આગળની કાર્યવાહી ન કરવા રજુઆત કરવામાં આવી છે.

ગત તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ ટી.આર.પી. ગેમ ઝોનના કેસમા મુખ્‍ય આરોપી ટાઉન પ્‍લાનીગ અધિકારી મનસુખ સાગઠીયાની રૂા.ર૧-કરોડ ની મિલ્‍કતો પ્રિવેન્‍સન ઓફ મની લોન્‍ડરીંગ એકટની કલમ-૫ હેઠળ જપ્તીમા લીધા બાદ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ આગળની કોઈ કાર્યવાહી ન કરવા દિલ્લીની એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે રાજકોટની એ.સી.બી. ખાસ અદાલતને લેખીત અરજ કરેલ છે.

આ કેસની હકિક્‍ત એવા પ્રકારની છે કે, ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાડ બાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ ઓફીસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાની વરવી ભુમિકા જણાઈ આવતા તેઓ સામે એક સાથે ૩ ફોજદારી કેસો નોંધાયેલા હતા, જેમાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસો છે.

આ કેસોની તપાસ દરમ્‍યાન જણાયેલ હતુ કે ટી.પી.ઓ. મનસુખભાઈ સાગઠીયાએ ૨૮ કરોડની પ્રમાણસર મિલ્‍કતો ધારણ કરેલ છે જે તેઓએ પોતાના પત્‍નિ અને પુત્રના નામે વસાવેલ હતી તથા એક સ્‍થાવર મિલ્‍કતમા તેમના પુત્ર કેયુરએ અલ્‍પેશ રણછોડભાઈ ચાવડા નામના વ્‍યકિત સાથે સહમાલીકી રાખેલ હતી. આ કેસની જાણ એ.સી.બી.એ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટને કરેલ જેથી ઈ.ડી. એ તપાસ હાથ ધરી નિષ્‍કર્ષ કરેલ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાએ પોતાના નામે તથા તેમના પત્‍નિ ભાવનાબેન સાગઠીયા અને પુત્ર કેયુર સાગઠીયા તથા અલ્‍કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્‍યકિતઓના નામે મિલ્‍કતો વસાવેલ છે જેમાં સ્‍થાવર મિલ્‍કતો, જમીનો, કિંમતી ઝવેરાતો તથા જુદી જુદી બેકોની ફીકસ ડીપોઝીટનો સમાવેશ થાય છે.

ઈ.ડી.ની તપાસ દરમ્‍યાન આ મિલ્‍કતોની કિમત રૂા.૨૧,૬૧,૫૯, ૧૨૯/-થાય છે. આ મિલ્‍કતો પી.એમ.એલ.એ. એકટ હેઠળ કલકીત ગણી તેને કલમ-૫ હેઠળ ઈ.ડી. એ જપ્ત કરેલ છે. હાલનો કેસ રાજકોટ એ.સી.બી.એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલ્‍કત કોર્ટ કસ્‍ટડીમા સોપેલ હતી. આ રીતે આ મિલ્‍કતો કોર્ટની કસ્‍ટડીમા હોવાથી ઈ.ડી. આ અરજી કરી નામ. અદાલતને જણાવેલ છે કે, પી.એમ.એલ. એકટની કલમ-૮ હેઠળ હાલનો કેસ દિલ્લી ખાતે એડજયુડીકેટીંગ ઓથોરીટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલ્‍કતો અંગે ટ્રાન્‍સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજ કરેલ છ. આ મુજબની અરજી અંગે ખાસ અદાલતે મનસુખ સાગઠીયા તથા પ્રોસીકયુશન બનેને તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ હાજર રહેવા નોટીસ કરેલ હતી જેમા પ્રોસીકયુશન તરફે તપાસનીશ અમલદાર શ્રી લાલીવાલ અને સ્‍પે.પી.પી. શ્રી એસ.કે.વોરા હાજર રહેલા હતા પરંતુ મનસુખ સાગઠીયા વતી  અદાલત સમક્ષ કોઈ હાજર થયેલ ન હતુ. આ અંગેની આગળની કાર્યવાહી માટે  અદાલતે આ કેસની કાર્યવાહી તા.૨૬/૦૫/૨૦૨૫ ના રોજ રાખેલ છે.

આ કેસમા સ્‍પે. પી. પી. તરીકે જિલ્લા સરકારી વકિલશ્રી સજયભાઈ કે. વોરા રોકાયેલ છે.

(2:51 PM IST)