તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
ધોરાજી પંથકની યુવતીને ઇન્સ્ટામાં ફ્રેન્ડશીપ રાખવા ત્રાસ આપનાર અમદાવાદના યુવક સામે ગુન્હો નોંધાયો
યુવતીની ઇચ્છા ન હોવા છતા વાત ન કરે તો પોતે મરી જશે તેવી ધમકી આપી હતી

રાજકોટ, તા., ૧૩: ધોરાજી પંથકની યુવતીને ઇન્સ્ટાગ્રામમાં ફેન્ડશીપ રાખવા બાબતે ત્રાસ આપનાર અમદવાદના યુવક સામે ધોરાજી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી પંથકની યુવતીએ ધોરાજી પોલીસ મથકમાં ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક અંકિત સોલંકી રહે. અમદાવાદ સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી યુવતીના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતાના નામે વાતચીતો કરેલ. ત્યાર બાદ ફરીયાદીને આરોપી સાથે ફ્રેન્ડશીપ રાખવી ન હોય જેથી આરોપીને વાતચીત કરવાની ના પાડતા અને મેસેજ ન કરવા જણાવતા આરોપી પોતાના અલગ અલગ ઇન્સ્ટાગ્રામ તથા સ્નેપચેટમાં એકાઉન્ટ બનાવી ફરીયાદી યુવતીની મરજી ન હોવા છતા તેની સાથે ફ્રેન્ડશીપ રાખી વાતચીત કરવા દબાણ કરતો હતો. અને જો યુવતી વાત ન કરે તો પોતે મરી જશે તેવી ધમકી આપી ફરીયાદી યુવતીને માનસીક ત્રાસ આપતો હતો.
આ ફરીયાદ અન્વયે ધોરાજી પોલીસે ઇન્સ્ટાગ્રામ આઇડીધારક અંકીત સોલંકી (રહે. અમદાવાદ) સામે ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
(2:48 PM IST)










