<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

મોટામવામાં તાલુકા મામલતદારનું બુલડોઝર ફર્યુઃ ૧૦૦ કરોડની જમીન ખુલ્લીઃ કલેકટરને રીપોર્ટ

એક ઓરડી અને બાકી પાંચ એકરમાં ખેતીનું દબાણ ઉભુ કરી નખાયેલ : ૪પ વર્ષ જુનુ દબાણ સાફઃ અર્જુન પાર્ટી પ્‍લોટ પાછળ ઓપરેશનઃ હવે ફેન્‍સીંગ કરાશે :દલિત સમાજના લોકોના મોટા ટોળા એકત્ર થયાઃ વાતાવરણ તંગબની ગયું: માંડ મામલો થાળે પડાયો

રાજકોટ, તા. ૧૩: રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીની સૂચના બાદ આજે તાલુકા મામલતદારશ્રી મકવાણાએ પોતાના સ્‍ટાફ અને વીજતંત્ર તથા પોલીસની ટીમો સાથે રાખી મોટા મવામાં પ થી ૬ એકર જીમન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ દુર કરી અંદાજે ૧૦૦ કરોડની જમીન ખુલ્લી કરી કલેકટરને રીપોર્ટ કરી દિધો છે, અને હવે આ વિશાળ જમીન ફરતે ફેન્‍સીંગની કાર્યવાહી હાથ ધરાઇ છે.

તાલુકા મામલતદારના ઓપરેશન સમયે દલિતોના અને અન્‍યોના મોટા ટોળા એકઠા થઇ ગયા હતા, વાતાવરણ તંગ બની ગયું હતું, ત્‍યારે ગરમા ગરમી સર્જાઇ હતી, પરંતુ પોલીસનો સઘન બંદોબસ્‍ત હોય મામલો થાળે પડયો હતો, અને દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ હતું. તાલુકા મામલતદારશ્રી મકવાણાએ  ‘અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, કુલ ૪૦ થી ૪પ વર્ષ જુનુ દબાણ હતું, પ થી ૬ એકર ટીપીની જગ્‍યા ઉપર દબાણ હતું, મોટા મવા સર્વે નં. ૧૮૦ પૈકીની આ જમીન પરનુ દબાણ દુર કરાવી ૧૦૦ કરોડ આસપાસની જમીન ખુલ્લી કરાવી હતી, ટોળા એકઠા થયેલ પરંતુ કોઇ ઘટના બની નથી, કોઇ કંકુબેન નામના મહિલાની ઓરડી હતી, અને બાકી ખેતી વિષયક દબાણ હતુ, અર્જુન પાર્ટી પ્‍લોટ પાછળ આ જગ્‍યા આવેલી છે, જગ્‍યા ખુલ્લી કરાવાઇ છે.

મામલતદાર સાથે આ ઓપરેશનમાં નાયબ મામલતદાર ભૂમીબેન, સર્કલ ઓફિસર ડી.આર. ઝાલા, તલાટી કલ્‍પનાબેન, પોલીસ સ્‍ટાફ, જીઇબી સ્‍ટાફ વિગેરે જોડાયો હતો, હાલ બપોરે ર વાગ્‍યે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે.(૬.૧પ)

(2:51 PM IST)