News of Tuesday, 13th May 2025
જીવરાજ પાર્કના જ્યોતિબેન ચોૈહાણ અને સહકાર રોડના કિશોરભાઇ ચોૈહાણના નું હૃદય બેસી ગયા
ભગવતીપરાના જયાબેન રાઠોડ, ગંજીવાડાના વિપુલભાઇ મોરીના બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૧૩: હૃદય રોગના હુમલાથી એક મહિલા અને એક યુવાનના મૃત્યુ થયા છે. જ્યારે બેભાન હાલતમાં એક મહિલા અને એક યુવાને દમ તોડી દેતાં તેમના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્ક લક્ષમણ ટાઉનશીપમાં ફલેટ નં. એ-૭૧૪માં રહેતાં જ્યોતિબેન જીતુભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૫) રાતે ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમને ડાયાબીટીસ સહિતની બિહારી હતી. રાતે હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં જયાબેન બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૫૪) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમના પતિ હયાત નથી. સંતાનમાં બે પુત્ર છે. બિમારીથી મૃત્યુ થયાનું સગાએ કહ્યું હતું. ત્રીજા બનાવમાં ગંજીવાડા-૬માં રહેતાં વિપુલભાઇ નરસીભાઇ મોરી (ઉ.વ.૪૦)ને કેન્સરની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
બીજા બનાવમાં કોઠારીયા રોડ નંદા હોલ પાસે સહકાર રોડ પર રહેતાં કિશોરભાઇ મોહનભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કિશોરભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પોતે બફનું કારખાનુ ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું પુત્રએ જણાવ્યું હતું. તમામ બનાવમાંહોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે જે તે પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી.
(4:27 PM IST)










