<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

સોનાના ૭ લાખની ઉઘરાણી મામલે વેપારી શૈલેષભાઇ પાલાને લાફા મારી ધમકીઃ ઘરે જઇને પણ ધમકાવ્‍યા

એસ્‍ટ્રોન ચોકમાં દૂકાન ધરાવતાં શૈલેષભાઇને પહેલા નાણાવટી ચોકમાં બોલાવી ડખ્‍ખો કરાયોઃ પછી રાતે ઘરે જઇ ફરી માર મારી ધમકાવ્‍યાની ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ : નિશીત, કૃણાલ સાગર, રોહિત વાઢેર અને દિવ્‍યેશ ઘઘડા વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૩: સોનાની લેતીદેતીના પૈસાની ઉઘરાણી મામલે પુજારા પ્‍લોટના વેપારીને વાત કરવાના બહાને નાણાવટી ચોકમાં બોલાવી બે શખ્‍સે ગાળો દઇ લાફા મારી લીધા બાદ ફરીથી રાતે ત્રણેક શખ્‍સોએ આ વેપારીના ઘરે જઇ ફરીથી ગાળો દઇ લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચર્ચા જાગી છે. આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે પુજારા પ્‍લોટ સ્‍નેહ-૧ એપાર્ટમેન્‍ટ-૨૦૧ ગાત્રાળ ચોકમાં રહેતાં અને એસ્‍ટ્રોન ચોક પાસે હીંગળાજ જ્‍વેલર્સ નામે સોના-ચાંદી તથા ઇમિટેશનના કામની દૂકાન ચલાવતાં શૈલેષભાઇ ગોવિંદભાઇ પાલા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી નિશીત, કૃણાલ સાગર, રોહિત વાઢેર અને દિવ્‍યેશ ઘઘડા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

શૈલેષભાઇ પાલાએ જણાવ્‍યું હતું કે હું ૧૨મીએ રાતે સાડા અગિયારેક વાગ્‍યે મારા ઘરે હતો ત્‍યારે નિશીતે મને ફોન કરી કહેલું કે તમે રૈયાધાર આવો, કૃણાલ આવે છે. જેથી હું મારા ટુવ્‍હીલર પર રૈયાધાર જવા નીકળ્‍યો હતો. રસ્‍તામાં હતો ત્‍યારે નિશીતનો મને ફરીથી ફોન આાવ્‍યો હતો અને કહ્યું હતું કે-હવે નાણાવટી ચોકમાં આવજો. જેથી હું નાણાવટી ચોકે જતાં નિશીત, કૃણાલ બંને ત્‍યાં હતાં. નિશીત અને કૃણાલ બંને મારી પાસે પૈસા માંગતા હોઇ કૃણાલે-હું મારા પૈસા માંગુ છું તે મને આપી દે તેમ કહી ગાળો દીધી હતી. બાદમાં ફડાકો મારી દીધો હતો. આથી હું મારુ વાહન લઇ ઘરે જવા નીકળી ગયો હતો.

બાદમાં ૧૨મીએ રાતે એકાદ વાગ્‍યે કૃણાલ તેનું એક્‍ટીવા લઇ મારા ઘરે આવ્‍યો હતો અને મને ગાળો દીધી હતી. તેની સાથે અન્‍ય એક શખ્‍સે પણ મને ગાળો દઇ ફડાકો મારી દીધો હતો. એ પછી એક કારમાંથી એક શખ્‍સ ઉતરીને આવ્‍યો હતો અને તેણે પણ ગાળો ભાંડી હતી તેમજ તું મને ઓળખતો નથી કહી મારી નાખવાની ધમકી આપતાં દેકારો થતાં મારા પત્‍નિએ પોલીસને ફોન કરતાં આ બધા ભાગી ગયા હતાં. આ પછી હું અને મારા પત્‍નિ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં.

શૈલેષભાઇઍ વધુમાં જણાવ્યું હતું  કે આ બનાવનું કારણ ઍવુ છે કે ઍકાદ વર્ષ પહેલા મેî કૃણાલ પાસેથી ૧૬૫ ગ્રામ સોનુ લીધુ હતું, જેની કિંમત જે તે વખતે ૧૦ લાખ જેવી થતી હતી. આ પૈસા તે મારી પાસે માંગતો હોઇ પણ હાલમાં મારી પાસે નાણા ન હોઇ જેથી હું આપી શક્યો નહોતો. અગાઉ મેî તેને ૩ લાખ આપી દીધા હતાં. બાકીના હજુ મારે તેને આપવાના છે. આ પૈસાની ઉઘરાણી મામલે નિશીથે ફોન કરી નાણાવટી ચોકમાં બોલાવી બાદમાં ત્યાં કૃણાલ પણ હોઇ તેણે લાફો મારી દીધો હતો. ઍ પછી કૃણાલ સહિતનાઍ મારી ઘરે આવી ફરીથી ગાળો દઇ લાફો મારી ધમકી આપી હતી. પીઆઇ મયુરધ્વજસિંહ ઍમ. સરવૈયાની સુચના અંતર્ગત ઍઍસઆઇ ઍચ. કે. માવદીયાઍ ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

(3:15 PM IST)