News of Tuesday, 13th May 2025
મનપાની મિલ્કત વેરા તથા પાણી વેરા ભરપાઇમાં વન ટાઇમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમઃ કુલ ૧,૧૧૯ કરદાતાઓએ લાભ લીધો
એડવાન્સ વેરો ભરપાઇમાં ગઇકાલ સુધીમાં કુલ ૧,૯૧,પ૯૭ કરદાતાઓ દ્વારા રૂા. ૧ર૦.૩પ કરોડ વેરાની ભરપાઇ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખઃ-૦૯-એપ્રિલના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિલ્કતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુ થી વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના કરદાતાઓ સરળ રીતે બાકી વેરાની રકમને વાર્ષિક ધોરણે ચાર હપ્તા(જુનું ચડત ૅ ચાલુ વાર્ષનો વેરો) થકી ભરી શકે છે જેથી બાકી મિલકતવેરામાં ચડત થતું વ્યાજ બંધ થાય છે.
ઉપરાંત વર્તમાન સમય સુધીમાં વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમમાં કુલ ૧,૧૧૯ કરદાતાઓએ ભાગ લીધો છે તથા વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ યોજના તા.૩૧-૦૫-૨૦૨૫ સુધી અમલી રહેશે તો આ યોજનાનો મહત્તમ લાભ લેવા મિલકત ધારકોને તંત્રએ અપીલ કરવામાં આવી છે.
તા.૧૨ મે ના રોજ ૧ વાગ્યા સુધીમાં કુલ ૧,૯૧,૫૯૭ કરદાતા દ્રારા રૂ.૧૨૦.૩૫ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૧,૪૦,૦૩૬ કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.૮૨.૭૬ કરોડ તથા ૫૧,૫૩૧ કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂ.૩૭.૫૯ કરોડ આવક થયેલ છે. કુલ વેરામાં ૧૩.૬૫ કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.અર્લિ બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ કુલ ૧,૯૫,૬૫૭ કરદાતાઓએ વેરાની ચુકવણી કરેલ છે
આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ તા.૩૧ મે સુધી સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૫ટકા ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ ૧ જુન થી ૩૦ જુન સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે ૫્રુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. (૯.૩૩)
(3:26 PM IST)










