<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

૨૫મીએ IAS-IPS-IRS અને UPSCની રાજકોટમાં પરીક્ષાઃ પેપરો કલેકટર કચેરીમાં સીલ

રાઉન્‍ડ ધ કલોક પોલીસ બંદોબસ્‍તઃ બે પેપરઃ ૧૨કેન્‍દ્રોઃ ૩૭૫૭ ઉમેદવારો...

 

રાજકોટ તા.૧૩: આગામી તા.૨૫ના રવીવારે રાજકોટમાં સતત ૧૧માં વર્ષે કેન્‍દ્ર સરકારની UPSC ની પરીક્ષા લેવાશે. IAS-IPS-IRS બનવા માંગતા ઉમેદવારો માટે આ પરીક્ષા અત્‍યંત મહત્‍વની અને પ્રિલીમીનરી પરીક્ષા ગણાય છે.

રાજકોટમાં લેવાનાર પરીક્ષા અંગે કલેકટરશ્રી પ્રભવ જોષીનું સંપૂર્ણ સુપરવીઝન રહેશે, તેઓ ગયા મહિને આ સંર્દભે દિલ્‍હી ખાતે લેવાયેલ મીટીંગમાં હાજરી આપી ચુકયા છે.૨૫મીએ લેવાનાર પરીક્ષા અંગે રાજકોટમાં પ્રશ્‍ન પેપરો આવી પહોંચ્‍યા છે, જે કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્‍ડ ફલોર ઉપર સ્‍ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા છે, અને ૨૪ કલાકનો રાઉન્‍ડ ધ કલોક પોલીસનો બંદોબસ્‍ત મૂકી દેવાયો છે.

ઉપરોકત પરીક્ષા રાજકોટમાં કુલ ૧૨ કેન્‍દ્રો ઉપર લેવાશે, કુલ ૩૭૫૭ ઉમેદવારો પરીક્ષા આપશે, સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ અને ૨:૩૦ થી ૪:૩૦ એમ બે પેપરો રહેશે, પરીક્ષાના આગલા દિવસે અને પરીક્ષાના દિવસે શહેરના દરેક પ્રાંત તથા અન્‍ય અધીકારીઓને નોડલ ઓફીસર તરીકે જવાબદારી સોંપાઇ છે, પૂરવઠા કચેરીમાં ૨૫મીએ ખાસ કન્‍ટ્રોલરૂમ કાર્યરત રહેશે, આવતા અઠવાડીયે કલેકટર આ બાબતે મીટીંગ યોજશે.(૨.૧૯)

(3:27 PM IST)