તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
કણકોટમાં છત પર ખિલાસરી બાંધતા યુવાનનું વિજકરંટથી મોત
સળીયો વિજતારને અડી જતાં બનાવઃ મૃતક મુળ ઓરિસ્સાનો વતની

રાજકોટ તા. ૧૩: પાળ ગામ નજીક વગડ ચોકડી નજીક બાંધકામની સાઇટ પર રહી મજૂરી કરતો મુળ ઓરીસ્સાનો યુવાન તુમેશ્વર સન્યાસી કરૂઆ (ઉ.વ.૨૩) સવારે કણકોટ ગામ પાસે રામનગરમાં દિનેશભાઇ સોરઠીયાની વાડીએ સ્લેબનું કામ કરતો હતો ત્યારે વિજકરંટ લાગતાં બેભાન થઇજતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર તુમેશ્વર અપરિણીત હતો. છત પર ખિલાસરી બાંધતો હતો ત્યારે સળીયો નજીકથી પસાર થતી વિજલાઇનમાં અડી જતાં તેનું મોત થયાનું જણાવાયું હતું. તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:27 PM IST)










