<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

આપણી સેનાના વીર જવાનોને બિરદાવવા કાલે રાજકોટમાં તિરંગા યાત્રા

ᅠકાલે સાંજે ૫:૩૦ વાગ્‍યાથી બહુમાળી ભવન ચોક ખાતેથી પ્રારંભ, જ્‍યુબેલી બાગ મહાત્‍મા ગાંધીની પ્રતિમા પાસે સમાપનઃ આ તિરંગા યાત્રામાં શહેરીજનોએ સ્‍વયંભુ જોડાઈ દેશના સૈનિકોનું મનોબળ વધારવા રાષ્‍ટ્રીય એકતા સમિતિની અપિલ

 

 

રાજકોટઃ પહેલગામમાં ભારતીય ટુરીસ્‍ટ નિર્દોષ નાગરીકો ઉપર પાકિસ્‍તાન પ્રેરિત આંતકીઓ દ્વારા કરવામાં આવેલ હિચકારા અને નિર્મમ હુમલા અને હત્‍યાકાંડનો પાકિસ્‍તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર દ્વારા સરહદ પાર ચાલતાં આંતકી કેમ્‍પો તથા પાકિસ્‍તાનના એરબેઝ ઉપર એરસ્‍ટ્રાઈક, મિસાઇલ હુમલા અને ડ્રોન દ્વારા ભારતીય સેનાના વીર જવાનો દ્વારા પોતાના જીવની પણ પરવા કર્યા વગર પાકિસ્‍તાનની છાતી ઉપર વાર કરી અને પાકિસ્‍તાનની સેનાને બંકરમાં છુપાઈ જવા અને ઘૂંટણીયે પાડી દેવાનું જે અપ્રિતમ અને અવિસ્‍મરણીય શૌર્યવાન સાહસ અને શકિતનું પ્રદર્શન કરી ફકત પાકિસ્‍તાન જ નહિ પણ સમગ્ર વિશ્વને ભારત દેશ એ પોતાના નાગરિકો અને સાર્વભૌમત્‍વની રક્ષા માટે અને આતંકવાદના ખાત્‍મા માટેદરેક ભાષામાં જવાબ દેવા સક્ષમ અને તૈયાર છે તેઓ સંદેશ આપવાના ઓપરેશન સિંદૂરને બિરદાવવાના ભાગરૂપે રાજકોટ શહેર રાષ્‍ટ્રીય એકતા સમિતિ દ્વારા આવતીકાલે તા.૧૪ બુધવારે સાંજે ૫:૩૦ કલાકે બહુમાળી ભવન ચોક સ્‍થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

રાષ્‍ટ્રીય એકતા સમિતિ આયોજીત આ તિરંગા યાત્રાની અંગેની માહિતી આપતાં સમિતિના સંયોજક શૈલેષભાઈ જાની, અનુમપભાઈ દોશી, અજયભાઇ પટેલ, સુનિલભાઈ વોરા અને વિરાભાઈ હૂંબલની સંયુકતયાદીમાં જણાવાયું છે કે ભારત દેશ એ શાંતિપ્રિય અને બિનસાંપ્રદાયિક દેશ છે તે હંમેશા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતિનું વાતાવરણ બની રહે તે માટે સતત પ્રયત્‍નશીલ રહે છે. પરંતુ જયારે ભારત દેશની અખંડિતતા અને શાંતિ ડહોળવાનો કોઇ પ્રયાસ કરે તો ભારત દેશની વર્તમાન સરકાર અને ભારતીય સેના ચુપ બેસશે નહિ પણ તેનો જડબાતોડ જવાબ આપતા અચકાશે પણ નહિ તેવું ભારતના પાડોશીના આતંકવાદને હંમેશા પ્રોત્‍સાહન અને પીઠબળ પૂરૂ પાડતાં પાકિસ્‍તાન અને આંતકવાદીઓનો ખાત્‍મો બોલવતાં વાર નહિ લાગે તેવું સંદેશ સમગ્ર વિશ્વને પુરો પાડેલ છે.

ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરના માધ્‍યમથી ભારતના નાગરિકો અને ભારતીય સીમાની સામે આંખ ઉંચી કરનાર પાકિસ્‍તાનની સીમામાં જઇ તેના શહેરો અને એરબેઝને ધ્‍વસ્‍ત કરી નાખ્‍યા છે સાથો સાથ ભારત દેશની નારી આજે પણ યુધ્‍ધ જેવી પરિસ્‍થિતિમાં પોતાની તાકાત અને કૌવત બતાવી દુશ્‍મનોના દાંત ખાટા કરવાનો અને નેતળત્‍વ કરવાનું કૌશલ્‍ય અને મહારત ધરાવે છે તેવો સંદેશ પણ સમગ્ર વિશ્વને પુરો પાડેલ છે. ભારતીય સેનાના વીર જવાનો અને આ ઓપરેશન સિંદુરમાં જોડાયેલા ભારત સરકારના  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ અને માર્ગદર્શન હેઠળ પ્રધાનમંડળના રક્ષા વિભાગ, ગળહવિભાગ, વિદેશ વિભાગ અને ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અધિકારીઓ અને સૈનિકોના સાહસ અને મનોબળને બિરદાવવા માટે જ રાજકોટ શહેરમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરની જનતામાં દેશદાઝ વ્‍યકત કરવાનો આ અનેરો અવસર છે જેથી રાષ્‍ટ્રીય એકતા સમિતિ દ્વારા આયોજીત આ તિરંગા યાત્રામાં અબાલવળધ્‍ધ સહિત સૌને મોટીસંખ્‍યામાં જોડાવવા અનુરોધ કરાયો છે. આ તિરંગા યાત્રા બહુમાળી ચોક ખાતે થી શરૂ થઇ જયુબેલી બાગ ખાતે આવેલ પૂજય મહાત્‍મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.(૪૦.૩૨)

(3:30 PM IST)