<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

વન નેશન-વનરેશનના હજારો ગરીબ કાર્ડ હોલ્‍ડરોને આ મહિનામાં પુરવઠો ન મળે તેવો ઘાટ : ડીએસઓને આવેદન

તાકીદે સમસ્‍યાનું નિરાકરણ કરોઃ પોર્ટીબીલીટી પરમીટની હજુ ફાળવણી થઇ નથી

રાજકોટ, તા., ૧૩ : શહેર ફેર પ્રાઇઝ એસો.એ ડીએસઓને આવેદન પત્ર પાઠવી રાજકોટ જીલ્‍લાના વેપારી ભાઇઓને પોર્ટીબીલીટી પરમીટ મેળવવા બાતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે રાષ્‍ટ્રના ગરીબ કાર્ડ ધારકોને દેશમાં ગમે તે સસ્‍તા અનાજની દુકાન ખાતેથી અનાજ મળી રહે એ માટે વન નેશન વન રેશન કાર્ડની પધ્‍ધતીનો અમલ કરવામાં આવ્‍યો છે. આ યોજના હેઠળ લાખો ગરીબો કે જેઓ પોતાની રોજગારી માટે સ્‍થળાંતર કરતા હોય છે તેઓ પોતાની સ્‍થળાંતરીત જગ્‍યાએ આવેલી સસ્‍તા અનાજની દુકાન ખાતેથી અનાજ મેળવતા હોય છે. પરંતુ ચાલુ માસ મેં ર૦રપ ના માસે રાજકોટ જીલ્લા સહિત રાજયના ઘણા બધા જીલ્લાઓમાં ઓએનઓઆરસી હેઠળ ફાળવવાની થતી પોર્ટીબલીટી પરમીટની ફાળવણી કરવામાં આવેલ નથી.

રાજકોટ જીલ્લામાં હજારો શ્રમીકો જુદા જુદા પ્રદેશો અને જીલ્લાઓમાંથી રોજગારી મેળવવા આવતાં હોય છે. આ લોકો રાજકોટ જીલ્લાની જુદી જુદી સસ્‍તા અનાજની દુકાનો ખાતેથી પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના હેઠળ પોતાને મળતું પ કિલો રાશન મેળવી શકશે નહીં એવી પરીસ્‍થિતિનું સર્જન થયેલ હોય આપને વિનંતી કરવામાં આવે છે કે, આ સમસ્‍યાનું નીરાકરણ થાય ત્‍થા આ ગરીબ કાર્ડ ધારકોને પોતાનું અનાજ મળી રહે એ માટે યોગ્‍ય કરશો.

(3:33 PM IST)