તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 13th May 2025
કેટલા ફાયર NOC આપ્યા ? કેટલી અરજીઓ પડતર ? છેલ્લા ૩ વર્ષના ર૦ લાખથી મોટો ટેન્ડરોની માહિતી આપો
વહીવટી તંત્રને દાઝવાની બીક લાગે તેવા ‘અગ્નિછાપ' પ્રશ્નો પૂછતા નેહલ શુકલ છેલ્લી કલાકોમાં પ્રજાહિતમાં આકરા પ્રશ્નો પૂછી ફરી ચોંકાવતા વોર્ડ નં. ૭ના ભાજપના કોર્પોરેટર

રાજકોટ, તા. ૧૪ : મનપાની દ્વિમાસીક સામાન્ય સભા આગામી ર૦ મીએ બોલાવવા ગઇકાલે મેટર દ્વારા એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. સભ્યો દ્વારા વિવિધ પ્રશ્નો મુકવામાં આવવા હોય છે અને બોર્ડમાં તેજ વિસ્તૃત માહિતી આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે શાસકોના સભ્યો સરકારી માહિતી જોવા પ્રશ્ન પુછતા હોય છે. ત્યારે છેલ્લી કલાકોમાં પ્રજાહિતમાં આકરા ફાયર એનઓસી ર૦ લાખથી મોટા ટેન્ડરો સહિતના પ્રશ્ન પુછી વોર્ડ નં. ૭ના કોર્પોરેટરે ફરી ચોંકાવી દીધા છે.
નેહલ શુકલ દ્વારા આ વખતે પણ બન્ને પ્રશ્નનો પ્રજાહિતમાં પુછવામાં આવ્યા છે અને તેના જવાબમાં મોટા કડાકા થવાની સંભાવના જોવાઈ રહી છે. નેહલ શુકલ દ્વારા પ્રથમ પશ્નન પુછવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાકિામાં એફઆઈઆરઈ, એનઓસી, મેળવવા અંગેના નિયમોની સંપૂર્ણ માહિતી આપશો. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આ એનઓસી મેળવવા અંગેની કેટલી અરજી હાલ પેન્ડીંગ છે અને કેટલી નામંજુર કરવામાં આવી તે જણાવશો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ સુધીમાં કોર્પોરેશનની વિવિધ બ્રાંચ દ્વારા રૂા. ૨૦ લેખે કે તેથી વધુની રકમના ટેન્ડર બહાર પાડ્યા હોય કે મંજુર કરવામાં આવ્યા હોય તેવા દરેક ટેન્ડર અંગેની માહિતી આપશો કે જેમાં ટેન્ડર જે તારીખે પબ્લીશ કર્યુ હોય તે તારીખ અને ત્યાર બાદ તેના જે તારીખ પર ટેક્રીકલ અને પ્રાઈઝ ખોવામાં આવ્યા હોય તે તારીખ અને ત્યાર બાદ વર્કઓર્ડર આપ્યાની તારીખ અને ત્યાર બાદ ટેન્ડરથી અધિકળત થયે એજન્સીને તે ટેન્ડરની રકમનું જેટલી વાર ચુકવણુ કરવામાં આવ્યું હોય તેની તારીખ સાથેની વિગતો સમાવિષ્ઠ કરીને બ્રાંચ વાઈઝ અને નાણાકીય વર્ષ વાઈઝ અલગ અલગ દર્શાવીને આપવી. તે સહિતના બે પ્રશ્ર્નો પુછતા તેનો જવાબ બોર્ડમાં વચાશે નહીં પરંતુ આ જવાબ ચકચાર જરૂર મચાવશે તેવું લાગી રહ્યું છે.
(3:37 PM IST)










