<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

મવડીના આનંદ બંગલા ચોકની મેંગો માર્કેટ ધમધમી : કેરીની સોડમ પ્રસરી

 

રાજકોટ : હાલ કેરીની સીઝન ચાલી રહી છે. ત્‍યારે મવડી રોડ પર આનંદ બંગલા ચોકની ખુબ જાણીતી મેંગો માર્કેટમાં સીઝનનો ધમધમાટ ચાલુ થઇ ચુકયો છે. કેસર, હાફુસ સહીત વિવિધ જાતની કેરી અહીં મોટા જથ્‍થામાં ઉતરી રહી છે અને સામે ખરીદનારાઓમાં પણ એટલો જ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. હાલની સ્‍થિતિએ બોકસનો ભાવ રૂ.૧૦૦૦ થી લઇ રૂ.૧૨૦૦ સુધીનો બોલાય રહ્યો છે. જયારે છુટકમાં કિલોના રૂ.૧૫૦ આસપાસ જેવી કેરી તેવા ભાવ બોલાય રહ્યા છે. તસ્‍વીરમાં આનંદ બંગલા ચોકની મેંગો માર્કેટમાં જામેલ ખરીદીનો માહોલ જોઇ શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૨)

(3:45 PM IST)