News of Tuesday, 13th May 2025
કેળાની વેફર-ગાયનું ઘી-સેકરીનના નમૂના નાપાસઃ કુલ ૩.૫૦ લાખનો દંડ
મુસ્કાન વેફર્સ, જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ તથા રિધ્ધી સિધ્ધી ટ્રેડીંગ કંપનીમાંથી સેમ્પલમાં ભેળસેળ ખુલી : મનપાના ફૂડ વિભાગ દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૭ વચ્ચે નમૂના લેવાની કાર્યવાહી કરાયેલ : મોરબી રોડ વિસ્તારમાં ૨૧ ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના મોરબી રોડ સેટેલાઈટ ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જે ચકાસણી અંતગર્ત (૦૧)ન્યુ ભારત સ્વીટ માટશ્યામ ડેરી , શ્યામ ડેરી ફરસાણ ,શ્રીરામ કોઠી આઇસ્ક્રીમ, ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, બાલાજી મેડીસીન, તુલસી કિરણાં ભંડાર, પ્રગતિ ચાઇનીઝ પંજાબી એપલ સોડા શોપ સહિત ૮ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
રાજકોટ તા.૧૩: આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ નમૂનાના પાસ થતા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ હેઠળ કરવામાં આવેલ કાર્યવાહી આ મુજબ છે.
કેળાની વેફર્સમાં કલરની હાજરી
મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭ ના ‘‘મુસ્કાન વેફર્સ'' સ્થળઃ વિશ્વાસ ઇન્ડ. એસ્ટેટ, બાપુનગર મેઇન રોડ, જીલ્લા ગાર્ડન પાસે, રાજકોટ મુકામેથી કેળાની વેફર (મસાલાવાળી) (લુઝ) નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત “NON PERMITTED PINK AND ORANGE COLOUR OIL SOLUBLE SYNTHETIC DYES” ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો ‘‘અનસેફ ફૂડ'' જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૫૯ તથા કલમ-૬૩ હેઠળ તકસીરવાન ઠરાવી ચામડિયા અનીષભાઈ મજીદભાઈ (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને કુલ રૂ.૧,૫૦,૦૦૦/- તથા ‘‘TILL RISING OF THE COURT” ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૧ માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
ગાયના ઘી નો નમૂનો નાપાસ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા તા.૨૧-૦૬-૨૦૧૪ ના રોજ ‘‘જય દ્વારકાધીશ નાસ્તા ગળહ'' સ્થળઃ માધવ કોમ્પેલેક્ષ, PGVCL ઓફિસ સામે, નાના મવા રોડ, રાજકોટ મુકામેથી ‘‘ગાયનું ઘી(લુઝ)'' નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત “B. R. READING ધારાધોરણ કરતા વધુ R. M. VALUE ધારાધોરણ કરતા ઓછી તથા YELLOW COLOUR NON PERMITTED OIL SOLUBLE DYE” ની હાજરી મળી આવતા નમૂનો ‘‘અનસેફ ફૂડ'' જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી એચ.જી.મોલીયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૫૯ હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઈ મસરીભાઈ જોગલ (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને ‘‘કુલ રૂ.૧,૦૦,૦૦૦/- TILL RISING OF THE COURT”ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૧ માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
સેકરીનમાં કૃત્રીમ મીઠાસ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ દ્વારા તા.૨૦-૦૨-૨૦૧૬ ના રોજ ‘‘રિધ્ધિ સિધ્ધી ટ્રેડિંગ કંપની'' સ્થળઃ ૮-૯ રધુવીરપરા, પ્રેમ પ્રકાશ મંદિર પાછળ, રાજકોટ મુકામેથી ‘‘સેકરીન (લુઝ)'' નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી ખાદ્યચીજોમાં ઉપયોગમાં લેવા માટે પ્રતિબંધિત આર્ટિફિશિયલ સ્વીટનર ડુલસીન (DULCIN)ની હાજરી મળી આવતા નમૂનો ‘‘અનસેફ ફૂડ'' જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહાબેન ટી. કારીયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૫૯ હેઠળ તકસીરવાન ઠરાવી મહેશ પમનદાસ ચંદીરામાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને ‘‘કુલ રૂ.૧,૦૦,૦૦૦/- તથા TILL RISING OF THE COURT”ના દંડની સજા કરવામાં આવી છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૧ માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
(4:04 PM IST)










