<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

લાફીંગ કલબ દ્વારા મકવાણા દંપતિનું સન્‍માન

નવેમ્‍બર ૨૦૨૪માં નવા સ્‍થપાયેલ લાફીંગ કલબ ગ્રુપ રાજકોટ દ્વારા સીવીલ હોસ્‍પિટલ સાથે એમ.ઓ.યુ. કરી ૧૩ લાફીંગ કલબના સભ્‍ય પરિવારો માટે રાહતદરે લેબોરેટરી ટેસ્‍ટ, દવા સહીતની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત તાજેતરમાં વન-ડે પીકનીક ધર્મયાત્રા ગોઠવી વિવિધ સ્‍થળે પ્રવાસ કરાવાયો હતો. આવા સરસ આયોજન બદલ સંસ્‍થાના સલાહકાર સભ્‍ય બાલકૃષ્‍ણભાઇ મકવાણા દંપતિનું સન્‍માન કરવાનો એક કાર્યક્રમ ખોડીયાર મંદિર હોલ ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં સંસ્‍થાના મહામંત્રી અશ્વિનભાઇ પટેલે મકવાણા દંપતિને શાલ અને કેસરી ખેસ પહેરાવી સન્‍માન કર્યુ હતુ. આ સન્‍માન કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના ચેરમેન જયંતિભાઇ માંડલીયા, પ્રમુખ રમેશભાઇ અનડકટ, ઉપપ્રમુખ પ્રવિણભાઇ ભુવા, શ્રીમતી રેણુકાબેન રાવલ, સંગઠન મંત્રી મનીષભાઇ મહેતા, ટ્રેઝરર મયુરભાઇ બારાઇ, સહ ટ્રેઝરર પ્રફુલભાઇ મહેતા, સહમંત્રી હસમુખભાઇ કાનાણી, સહ સંગઠન મંત્રી અંબાલાલભાઇ રાદડીયા, વિનોદભાઇ મકવાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ અશ્વિનભાઇ પટેલ (મો.૯૮૨૫૧ ૯૫૯૫૫)ની યાદીમાં જણાવાયુ છે.

(4:14 PM IST)