<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

જાહેર સ્‍થળોએ સીમેન્‍ટના બદલે ટાઇલ્‍સવાળા બાંકડા મૂકાવોઃ રજુઆત

 

રાજકોટઃ શહેરના જાહેર સ્‍થળોએ મનપા દ્વારા વિવિધ ચૂંટાયેલા સભ્‍યોની ગ્રાન્‍ટમાંથી શહેરીજનોને બેસવા બાંકડા મૂકવામાં આવે છે. ત્‍યારે સીમેન્‍ટ બાંકડામાં પારાવાર મુશ્‍કેલી થતી હોવાની સીનીયર સીટીઝન ગ્રૂપ દ્વારા મ્‍યુ.કમીશનરને પત્ર લખી રજુઆત કરાઇ છે. સભ્‍યોએ જણાવેલ  કે આ બાંકડા લાંબો સમય ટકતા નથી ઉપરથી વરસાદ કે ઝાકળ પડતા ધુળના  કારણે ગારો થાય છે. સીમેન્‍ટના બદલે ટાઇલ્‍સવાળા બાંકડા સાફ થઇ શકે છે ઉપરાંત તે મજબુત અને બેસવામાં આરામવાળા હોય બદલાવવા માંગ કરાઇ છે.

(4:26 PM IST)