<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

બ્રહ્માકુમારીઝ દ્વારા માતૃ દિવસે ભારતીદીદીની ઉપસ્‍થિતિમાં યોજાયુ સ્‍નેહ મિલન

 

રાજકોટ : બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી સ્‍વસ્‍થ પરિવાર માટે માતાઓની ભૂમિકા વિષય પર પંચશીલ જયોતિ દર્શન સેવા કેન્‍દ્ર ખાતે પરિસંવાદ યોજવામાં આવ્‍યો હતો. આ દરમિયાન રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીદીદીજીના પરમ સાનિધ્‍યમાં રાજકોટથી ૬૦ થી વધારે બ્રહ્માકુમારી બહેનોએ માતૃ દિવસની ઉજવણી કરાઇ હતી. મધર્સ ડે નિમિતે રવિવારે બે કાર્યક્રમો પંચશીલ સોસાયટી જયોતિ દર્શન સેવા કેન્‍દ્ર ખાતે યોજવામાં આવ્‍યા હતા. જેમાં સવારના ભાગે રાજકોટ અને આસપાસના તમામ સેવા કેન્‍દ્રોના ૬૦ થી વધારે બ્રહ્માકુમારી બહેનોએ માતૃ દિવસની ઉજવણી કરી હતી. જેમાં સ્‍નેહ મિલન, મીટીંગ, યોગ અને ભારતીદીદીજીના આશીર્વચન જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી. સાંજે યોજાયેલ કાર્યક્રમનું સંચાલન બ્રહ્માકુમારી કિંજલદીદીએ કર્યુ હતુ. આ પ્રસંગે કણસાગરા કોલેજના પૂર્વ પ્રિન્‍સિપાલ ડો. જયોતિબેન રાજયગુરૂ, સામાજીક કાર્યકર કાંતાબેન કથીરીયા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રો. ડો. અશ્વિનીબેન જોશી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સાથે બ્રહ્માકુમારી આરતીબેન પણ મંચસ્‍થ હતા. આ કાર્યક્રમોમાં બહોળી સંખ્‍યામાં બહેનો સાથે જોડાયા હતા. આ તકે વકતાઓએ પ્રાસંગીક વકતવ્‍યમાં માતાને વિશ્વની સૌથી શ્રેષ્‍ઠ, સૌથી ઉમદા, સૌથી આદર્શ અને નંબર વન મેનેજમેન્‍ટ ગુરૂનો દરજજો આપ્‍યો હતો. તેમણે નારીના ત્રિવિધ રૂપો પત્‍ની, વહુ અને માતા તરીકેના ગુણોને બિરદાવ્‍યા હતા. સંસ્‍કાર સિંચનમાં માતાના તોલે કોઇ ન આવી શકે તેવી વાત અહીં રજુ કરાઇ હતી

(4:20 PM IST)