News of Tuesday, 13th May 2025
રાજકોટમાં શ્રી એન. પી. જાડેજા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા ભવ્ય "મહા રક્તદાન કેમ્પ"નું આયોજન
૨૫મી મેના રોજ માધાપર ખાતે યોજાશે રક્તદાન કેમ્પ : રક્તદાતાઓ માટે સ્વરુચિ ભોજનની વ્યવસ્થા

રાજકોટ, તા. ૧૩ મે, ૨૦૨૫ - શ્રી એન. પી. જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય "મહા રક્તદાન કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં સહભાગી થવા માટે સૌને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કેમ્પમાં રક્તદાન કરવા ઇચ્છુક વ્યક્તિઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે: https://blooddonation.hlgroups.in/reg/
આ રક્તદાન કેમ્પ આગામી તા. ૨૫/૦૫/૨૦૨૫, રવિવારના રોજ સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી શ્રી ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં, માધાપર ગામ, માધાપર, રાજકોટ ખાતે યોજાશે. સ્થળનું લોકેશન જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી શકો છો: https://maps.app.goo.gl/aTxnb9phvtiZX4nr8
આ "રક્તદાન કેમ્પ" માં રક્તદાતાઓ માટે સ્વરુચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કેમ્પ નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. માનવતાના આ કાર્યમાં સહભાગી બની અમૂલ્ય જીવન બચાવવા માટે સૌને હાર્દિક નિમંત્રણ છે.
(11:59 PM IST)










