<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જૂન મહિનામાં જે રાશનકાર્ડ ધારકનું E-KYC હશે તેને જ જથ્‍થો મળશે : દુકાનદારોને એટલો જ પૂરવઠો અપાયો : ભારે દેકારો

રાજકોટ સહિત હજુ રાજયભરમાં ૭૪ લાખ NFSA કાર્ડધારકોનું E-KYCબાકી હોવાનો ધડાકો : જૂન મહિનામાં દુકાનદારો -કાર્ડ હોલ્‍ડરો વચ્‍ચે મોટી તડાફડી થવાના સંજોગોઃ તાકીદે નિવારણ લાવવા માંગણી : આ ચાલુ માસમાં અને જુનમાં કુલ ૪ મહિનાનો જથ્‍થો વિતરણ કરવાની યોજના : પણ જથ્‍થો અપૂરતો હોવાનો ઘટસ્‍ફોટ

રાજકોટ, તા.૧૪ :  રાજકોટ ફેરપ્રાઇઝ એસો.ના અગ્રણી હોદેદાર શ્રી હિતુભા જાડેજાએ એક નિવેદનમાં ઉમેર્યુ છે કે  ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૪ ઈ કેવાયસી માટે છેલ્લી મુદત હતી પરંતુ સરકાર દ્વારા વખતોવખત મુદતમા વધારો કર્યા બાદ છેલ્લે ૧૦ એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવાનું કહેવામાં આવ્‍યું હતું. પરંતુ સરકારના પોતાના સાધનો પોસ્‍ટ ઓફિસ ગ્રામ પંચાયત મહાનગરપાલિકા વગેરે જેવી વિવિધ સંસ્‍થાઓનો સહારો લેવા છતાં પણ આજ દિવસ સુધી રાજ્‍યના ૭૪ લાખ એનએફએસએ રેશનકાર્ડ ધારકોનું ઈકેવાયસી પૂર્ણ થયું નથી આ માટે સરકારે સસ્‍તા અનાજના વેપારી ભાઈઓને પણ એપ્‍લિકેશન વાપરવાની પરવાનગી આપી અને  સસ્‍તા અનાજના વેપારી ભાઈઓ પર પણ ખૂબ દબાણ કર્યું હતું છતાં પણ આજ દિવસ સુધી સમગ્ર રાજ્‍યના એનએફએસએ રેશનકાર્ડધારકોનું લગભગ ૭૦% સુધી માંડ ઈ કેવાયસી થઈ શકયું છે

આવી પરિસ્‍થિતિમાં સરકાર  દ્વારા જૂન ૨૦૨૫ના માસમાં જે લોકોનું ઈ કેવાયસી થયું હશે તેઓને જ જથ્‍થો આપવાનો છે એવી નીતિ હેઠળ સસ્‍તા અનાજના દુકાનદાર ભાઈઓને જૂન ૨૦૨૫નો જથ્‍થો ફાળવવાનો થાય એ ફક્‍ત ઈ કેવાયસી કરેલા રાશનકાર્ડ ધારકોને જથ્‍થો મળે એટલો જ જથ્‍થો ફાળવવામાં આવ્‍યો છે સાથોસાથ સરકાર  દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ ઈ કેવાયસીમા બાકી રહેલા રેશનકાર્ડધારકોએ ઝડપથી ઈ કેવાયસી કરાવી લેવું એવું પણ સૂચવવામાં આવ્‍યું છે ત્‍યારે વિસંગતતા એવી થવાની છે કે જે કાર્ડ ધારકો ઈ કેવાયસીમાં બાકી છે તેઓ હાલમાં ઈ કેવાયસી કરશે અને ત્‍યારબાદ જૂન મહિનાનો પોતાનો જથ્‍થો લેવા સસ્‍તા અનાજની દુકાન ખાતે જશે ત્‍યારે તેમને મળવા પાત્ર જથ્‍થો સસ્‍તા અનાજની દુકાનમાં અગાઉથી પહોંચ્‍યો જ નહી હૉય આવી પરિસ્‍થિતિમાં ફરી એક વખત રાશનકાર્ડ ધારકો અને સસ્‍તા અનાજના દુકાનદારો વચ્‍ચે ઘર્ષણ થવાની શકયતા છે અને કાર્ડ ધારકોને પુરવઠા કચેરીના પણ ધક્કા થશે સરકારના અપૂરતા આયોજનના કારણે વારંવાર આવી  પરિસ્‍થિતિનું સર્જન થાય છે  મેં માસ દરમિયાન  ગુજરાત રાજ્‍યના પુરવઠા વિભાગે કરેલા પરિપત્ર મુજબ આવનારા ત્રણ મહિના અને વર્તમાન મે મહિના માટે ફૂડ સિકયુરિટી એક્‍ટ હેઠળ જોડાયેલા રેશનકાર્ડ ધારકોને આપવાનો થતો જથ્‍થો મેં તથા જૂન ૨૦૨૫ આ બે મહિનામાં ચાર મહિનાનો જથ્‍થો વિતરણ કરવાની યોજના બનાવી છે

 જે અપૂરતો જથ્‍થો આવવાના કારણે માથાના દુખાવા સમાન બની રહેશેગરીબ કાર્ડ હોલ્‍ડરો ત્રાહિમામ થશે. આ અંગે તાકિદે યોગ્‍ય કરવું જરૂર છે. (૯.રપ)

(2:56 PM IST)