News of Wednesday, 14th May 2025
ગ્રામીણ જીવનની ઝાંખીરૂપ ‘સહજાનંદ વિલેજ': કાલથી પ્રારંભ
ગ્રામ્ય લોકજીવનનો અનુભવ કરાવે તેવા ઓસરી, ફળિયું, ઢોલીયો, ખાટ, હિંચકો જેવી વિસરાઈ ગયેલી સંસ્કૃતિનો સંગમ : રેસ્ટોરન્ટ, પાર્ટી લોન્સ, બેન્કવેટ, કાફેની સુવિધાઃ પરિવાર સાથે કાઠીયાવાડી રસોઈનો ચટકો પણ માણવા મળશેઃ ૧૮ વીઘા જગ્યામાં સંપૂર્ણ વિલેજનું નિર્માણઃ રાજકોટના સહજાનંદ ગ્રુપના યુવાનોની છઠઠી બ્રાન્ચ

રાજકોટઃ સ્વાદના રસિયાઓ માટે વધુ એક આનંદના સમાચાર છે. ગ્રામીણ જીવનની ઝાંખી કરાવતા ‘સહજાનંદ વિલેજ'નો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. અહિં તમને ભાવતા ભોજનીયા સાથે ગ્રામ્ય લોકજીવનનો અનુભવ કરાવે તેવા ઓસરી, ફળિયુ, ઢોલીયો જેવી વિસરાઈ ગયેલી સંસ્કૃતિનો સંગમ માણવા મળશે.
રાજકોટમાં સહજાનંદ ગ્રુપ એક જુનુ અને જાણીતું નામ છે. તેની રાજકોટ શહેરમાં મવડી ચોક, રામાપીર ચોકડી, ચૌધરી હાઈસ્કૂલ પાસે, મવડી મેઈન રોડ અને જેતપુરમાં પણ એક બ્રાન્ચ ધરાવે છે. આ ગ્રુપના યુવાનો દ્વારા મવડી-કણકોટ રોડ, બીજો રીંગરોડ ટચ, પાટીદાર ચોકમાં ‘સહજાનંદ વિલેજ'ના નામે રેસ્ટોરન્ટનો આવતીકાલ તા.૧૫ના ગુરૂવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી અને પુરાણી સ્વામી શ્રી દેવ પ્રસાદદાસજીના હસ્તે શુભારંભ થઈ રહેલ છે.
સહજાનંદ ગ્રુપના યુવાનોએ જણાવેલ કે ૧૮ વીઘા જગ્યામાં વિલેજથીમ ઉપર રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય લોકજીવનો અનુભવ કરાવે તેવા ઓસરી, ફળિયું, ઢોલીયો, ખાંટ, હિંચકો, બાજોઠ, ગાડા, લીપણ જેવી વિસરાઈ ગયેલી સંસ્કૃતિનો અહીં સંગમ જોવા મળશે. તો લોકનૃત્ય, ઢોલ, કટપુતળી, જાદુગર, રાસગરબાનો પણ લોકો પરિવારજનો સાથે આનંદ માણી શકશે.
અહીં રેસ્ટોરન્ટ, પાર્ટી લોન્સ, બેન્કવેટ, કાફેની સુવિધા રાખવામાં આવી છે. તો સાથોસાથ ચૂલા પર બનાવેલી કાઠીયાવાડી રસોઈનો ચટાકો જેમ કે ગુજરાતી શબ્જી, પુરનપુરી, દાલબાટી, રોટલી, પુરી, ફરસાણ, સ્વીટ, દાલ, કઢી, રાઈસ, પાપડ, છાસ, અથાણા જેવી અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણી શકાશે.
વિશાળ રજવાડી ગેઈટ પણ બનાવાયો છે. તો પાણીયારૂ, ચાખડા, અવેળો, પાણીનો કોષ, જુના વાસણો વિ.જગ્યાએ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને સહજાનંદ વિલેજ રેસ્ટોરન્ટના પ્રારંભ પ્રસંગનું આમંત્રણ આપી રહેલા સહજાનંદ ગ્રુપના સર્વ શ્રી પ્રવિણભાઈ પીપળીયા, મોહિતભાઈ લિંબાસીયા, નિકુંજભાઈ કથીરીયા, રજનીભાઈ કથીરીયા, જતીનભાઈ કથીરીયા, જોન્ટીભાઈ સિયાણી નજરે પડે છે. વધુ માહિતી માટે મો.૯૯૨૫૦ ૧૧૮૯૧/ ૯૯૭૮૯ ૬૯૦૩૫ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:02 PM IST)










